________________
પાક્ષિક ખામણા સૂત્રના અર્થ
ગુરુના વિનય-ધર્મનું સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ શિષ્યમાં કેવું રહેવું જોઈએ તેનું આ ચા૨ ખામણાસત્રમાં ઉત્કૃષ્ટ ભાષામાં વિવેચન કરવામાં આવ્યું છે.
પહેલા ખામણામાં ગુરુના સુંદર રીતે પસાર થતા સંયમજીવનના દિવસે પ્રત્યે શિષ્ય પિતાને અનહદ આનંદ વ્યક્ત કરે છે. જ્યારે સાગર સમાન ગુરુની અંદર મીઠાના પૂતળા સમાન શિવે પિતાનું વિલેપન કરીને સાગર સાથે અભેદ સાધી લીધો હોય ત્યારે શિષ્યને પોતાના પસાર થતાં સલમ જીવનના સુંદર દિવસની યાદી આપીને ખુશી વ્યક્ત કરવાને સવાલ જ ઊભું થતું નથી.
બીજા ખામણામાં : શિષ્યને જ્યારે જ્યારે મૈત્યેની વંદના કરવા મળી કે રસ્તામાં આચાર્યાદિ મળી ગયા ત્યારે જે કાંઈ બન્યું તેનું નિવેદન ગુરુ પાસે કરવામાં આવ્યું છે.
ત્રીજા ખામણમાં : ગુરુએ શિષ્યને જે કાંઇ વસ્ત્રપાત્ર હિતશિક્ષા કે શ્રત આપ્યું તેમાં જે કાંઈ અવિનય થઈ ગયે હોય તે બદલ શિષ્ય ક્ષમા માંગે છે.
ચોથા ખામણમાં : ગુરુએ પિતાની ઉપર કરેલા અપાર અનુગ્રહને યાદ કરતો શિષ્ય તેમને પુનઃ પુનઃ વંદના કરવાની ભાવના વ્યક્ત કરી વંદના અપે છે.