________________
મુનિજીવનની બાળપેથી-૪
૧૩૧
અંગસ્વરૂપ શ્રત-અમને આપ્યું અથવા જેઓએ સત્રઅર્થ- તદુભયરૂપે રચ્યું. સમ્મુ કાણું ફાસંતિ....... ' અરે! તેઓને પણ અમારા નમસ્કાર થાઓ કે જેઓ....
' (૧) આ શ્રતને ભણતી વખતે હાથમાં લેવા દ્વારા કાયાથી સ્પર્શે છે.
(૨) પુનઃ પુનઃ તેને અભ્યાસ કરી રક્ષણ કરે છે. (પાલંતિ)
(૩) માત્રાબિંદુ અક્ષરે વગેરેને ભણનારે ભલે તે તેને સુધારી આપે છે (પતિ)
(૪) જીવે ત્યાં સુધી સતત પાઠ કરતા રહીને પોતાના જીવનના છેડા સુધી યાદ રાખે છે (તીરંતિ).
(૫) પોતાના નામની જેમ સ્વાધ્યાય કરવા દ્વારા સ્તુતિ કરે છે અથવા સમ્યફ ઉચ્ચારણ કરે છે (કિતિ).
(૬) તે શ્રુતને આજ્ઞાનુસાર આરાધે છે અર્થાત અનુષ્ઠાનમાં ઉતારે છે (આરાહતિ).
તે સહુને પણું અમારે નમસ્કાર થાઓ. અહં ચ નારહેમિ......
પ્રમાદ આદિને વશ થઈને તે શ્રતની જે જે પ્રકારની આરાધના હું નથી કરતા તે બધાય દેષનું હું મિચ્છામિ દુક્કડમ કરું છું. અર્થાત્ મારું તે પાપકર્મ મિથ્યા થાઓ. એટલે કે ઉદયમાં આવતા પૂર્વે જ વિખરાઈ જાવ.