________________
પાઠ ૨ દશવૈકાલિક સૂત્રની સત્તર ગાથાઓના અર્થ દ્રુમપુપિકા નામનું પહેલું અધ્યયન
ગાથા પહેલી धम्मो मंगलमुक्किट्ठः, अहिंसा संजमा तो। देवा वि त नमतंति, जस्स धम्मे सया मणो ॥१॥
અર્થ: આ ગાથામાં અહિંસા-સંયમ-તપસ્વરૂપ ધર્મ કહ્યો છે. વસ્તુતઃ અહિંસા એ જ ઉત્કૃષ્ટ મંગલ સ્વરૂપ ધર્મ છે. પરંતુ તે અહિંસાને જીવનમાં જે આત્મસાત્ કરવા માંગતા હોય તેણે અષ્ટપ્રવચનમાતાના પાલનાદિ સ્વરૂપ સંયમનું પાલન કરવું જ જોઈએ. આવા સંયમપાલન વિના અહિ સા સિદ્ધ થઈ શકતી નથી.
હવે જેણે સંયમ પાળવું હોય તેણે અત્યંતરતાની આરાધના કરવી જ જોઈએ અને જેણે અત્યંતર તપમાં સફળતા મેળવવી હોય તેણે બાહ્યતપ કરે જ જોઈએ. કેમકે છ-છ પ્રકારના બાહ્ય અને અત્યંતર તપમાં દરેક પ્રકારને પરસ્પર ગાઢ સંબંધ છે. દા. ત. જે અનશન કરી શકે તે જ પ્રાયશ્ચિત્ત કરી શકે (અનશન–ઉપવાસાદિ). જે ઉણેદરી કરી શકે તે જ ગુરુ આદિને વિનય કરી શકે. જે દ્રવ્યનો સંક્ષેપ કરી શકે એ જ ઊંચા દ્રથી બીજા મહાત્માઓની વૈયાવચ્ચ કરી શકે. જે વિગઈઓને ત્યાગ કરી