________________
મુનિજીવનની બાળપોથી-૪
કાય-ઉચ્ચાર : કાય=માગુ, ઉચ્ચાર=સ્થડિલ. એ બેમાંથી
કેઈને પણ અગ્ય એવા જીવસંસત સ્થાને પાઠવવાથી કે થંડિલ ગ્યભૂમિમાં
પણ ચક્ષુથીયા-પ્રમાર્યા વિના પરઠવવાથી; સમિતિઃ પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે
અવિધિથી કરવાથી; ભાવના : અનિત્યાદિ બાર કે મહાવ્રતની પચીસ ભાવના
એનું ચિંતન નહિ કરવાથી કે અવિધિથી
કરવાથી ગુપ્તિ ઃ ત્રણ ગુપ્તિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિથી
કરવાથી; ઉપલક્ષણથી તપ, પડિલેહણ, પ્રતિક્રમણ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરે સાધુના દરેક વ્યાપારમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય વર્તન નહિ કરવાથી લાગેલા અતિચારેને,
કાઉસ્સગ્નમાં આ ગાથાનું ધ્યાન કરવાપૂર્વક યાદ કરીને ધારી રાખવા અને પછી ગુરુ સમક્ષ કહી સંભળાવી પ્રાયશ્ચિત્ત લેવું.