________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૨૭
(૨૫) નાગપરિઆલિકા : જ્યારે સાધુ ઉપગપૂર્વક આ સૂત્રને પાઠ કરે ત્યારે નાગકુમાર દેવે તેને વંદનાદિ કરે અને સંઘનાં કાર્યો માટે તેને વરદાન આપે.
(૨૬) નિરયાવલિકા : આ સત્રમાં નરકમાં આવેલા શ્રેણીબદ્ધ અને પ્રકીર્ણક નરકાવાસનું તથા ત્યાં ઉત્પન થનારા નારક જનું વર્ણન છે.
(૨૭) કદિપકા જેમાં સૌધર્મ વગેરે કલ્પનું વર્ણન છે.
(૨૮) કલ્પવતસિકા : જેમાં પ્રથમ બે દેવલોકના કપાવતુંસક વિમાનેનું અને તેમાં ઉત્પન્ન થતા દેવદેવીઓના પૂર્વ ભવના વિશિષ્ટ તપ વગેરેનું વર્ણન છે.
(૨૯) પુપિકા : કેઈ આમા સંસારના બંધનેને ત્યાગ કરીને સંયમભાવ દ્વારા પુષ્પની જેમ ખીલે છે અને કેઈ આત્મા આ સંયમભાવ છોડી દેતાં કે કરમાય છે ? તેનું વર્ણન અહીં કરાયું છે.
(૩૦) પુષચૂલિકા પુપિકાસૂત્રની ચૂલિકારૂપ આ ગ્રંથ છે.
(૩૧) વૃષ્ણિદશા : વૃષ્ણિ એટલે અંધકવૃષ્ણિ નામને રાજા. તે રાજાનું જેમાં વર્ણન છે તે વૃષ્ણુિકા કહેવાય અને દશ વૃષ્ણિકાઓવાળું સૂત્ર તે વૃષ્ણિદશા કહેવાય.
(૩૨) આસીવિષભાવના : આસી એટલે આસ્થ= મતું. જેના મોઢામાં વિષ છે તે આસીવિષ કહેવાય છે. જુદી જુદી જાતના આસીવિષ સ્વરૂપને જેમાં વિચાર છે તે તે સૂત્રનું નામ આસીવિષભાવના છે.