________________
૧૨૬
મુનિજીવનની બાળપોથી-૪
(૧૬) વિવાહજૂલિકા : વિવાહ એટલે વિવાહપ્રજ્ઞપ્તિ નામનું ભગવતી સૂત્ર. તેના ઉપરની જે ચૂલિકા તે આ વિવાહલિકા છે.
(૧૭) અરુણપપાત ઃ અરૂણ નામના દેવે સંકેતથી ચેલે પાઠ જેમાં છે તે. જ્યારે સાધુ ઉપગપૂર્વક આ પાઠનું આવર્તન કરે ત્યારે અરુણ નામના દેવનું આસન કંપાયમાન થાય છે. અને તે દેવ તે સાધુ પર પુષ્પવૃષ્ટિ વગેરે કરે છે. અને તે પાઠને સાંભળે છે તથા તે સાધુને વરદાન માંગવાનું કહે છે. જે સાધુ નિઃસ્પૃહતા દાખવે તે તે દેવ અધિક ભક્તિમાન થઈને તેને પ્રદક્ષિણ દઈને પાછો જાય છે.
(૧૮) થી (૨૨) વરુણ ધપાત-ગરુડપપાત-ધરણે પપાતવિલંધપાત-દેવેન્દ્રો પપાત ઃ (અનુક્રમે) આ પાંચનું સ્વરૂપ
અરુણપપાત પ્રમાણે સમજવું. પરંતુ તેમાં માત્ર દેનાં નામ બદલી તેમના માટે જુદા જુદા સમજવા.
(૨૩) ઉત્થાનથુત : જ્યારે સંઘનું કઈ વિશિષ્ટ કાર્ય આવી પડે અર્થાત્ કેઈ કુળ-ગામ કે રાજધાની તરફથી સંઘ ઉપર આપત્તિ લાવવામાં આવે ત્યારે તેને દૂર કરવા માટે કેઈ આવેશયુક્ત સાધુ અપ્રસન મનથી અશુભ આસન પર બેસીને જે આ ઉત્થાનકતનું પરાવર્તન એક—બે કે ત્રણ વાર કરે તે તરત જ તેના સંકલ્પ મુજબ તે કુળગામ કે રાજધાની ભયભીત થઈને નાશભાગ કરવા લાગે. | (૨૪) સમૃથાનકૃત ઃ આ સૂત્રના પરાવર્તનથી સકળ સંઘમાં નિર્ભયતા-સ્વસ્થતા અને શાંતિ થાય છે,