________________
૧૨૨
મુનિજીવનની બાળપાથી-૪
.
(૧૪) ચન્દ્રાવૈધક : ચન્દ્રા એટલે રાધા નામની યાંત્રિક પૂતળીની આંખની કીકી તેના મર્યાદાપૂર્વક વધ તે ચન્દ્રાવેધ કહેવાય. આ રાધાવેધની ઉપમા દ્વારા મરણુસમયની આરાધનાને જણાવતા આ ગ્રંથ છે.
(૧૫) પ્રમાદાપ્રમાદ : પ્રમાદ અને અપ્રમાદનું સ્વરૂપ વિસ્તારથી આમાં જણાવાયુ છે.
(૧૬) પૌરુષીમ ડલ : જેમાં પારીસિના સમય જણાવાયા છે.
(૧૭) મડલપ્રવેશ : જેમાં ચન્દ્ર અને સૂર્યંના દક્ષિણ. અને ઉત્તરના માંડલામાં થતા પ્રવેશનુ વર્ણન છે.
(૧૮) ગણિવિદ્યા : ગણિને ઉપયેગી વિદ્યાનુ' જેમાં વણુ ન છે. વળી આ ગ્રંથમાં દીક્ષા વગેરે શુભ કાર્યાના શુભ. તિથિ-નક્ષત્ર વગેરે જ્યાતિષનુ અને લક્ષણ વગેરે નિમિત્તોનુ સ્વરૂપ જણાવાયુ છે.
(૧૯) વિદ્યાચરણવિનિશ્ચય : જેમાં સમ્યગજ્ઞાન-ચારિત્રનું સ્વરૂપ જણાવાયુ છે.
(૨૦) ધ્યાનવિભકિત : જેમાં આન્ત ધ્યાન વગેરે ધ્યાનાનુ વર્ણન છે.
(૨૧) મરણવિભક્તિ : જેમાં આવિચિ વગેરે સત્તર પ્રકારના મરણનું પ્રતિપાદન છે.
(૨૨) આત્મવિશુદ્ધિ : પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા આત્મવિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવ્યે છે.