________________
૧૧૬
મુનિજીવનની બાળપોથી
નમેન્થ તે સિદ્ધ ! બુદ્ધ !........
હે વર્ધમાનસ્વામી આપને નમસ્કાર થાઓ ! આપ કેવા છે? સિદ્ધ! બુદ્ધ! નિરય (કર્મરહિત !) સંગરહિત ! માનને ચૂરો કરનારા ! ગુણરતનના સાગર ! અનંતજ્ઞાનવાળા હેવાથી-અનંત! સામાન્ય માણસથી ન ઓળખી શકાય તેવા (મપમેય) ! મહામતિવાળા (મહઈ) છે.
| હે મહાવીર....! હે વર્ધમાન..! આપને નમસ્કાર થાઓ, આપને નમસ્કાર કરવાને અમારો હેતુ એ છે કે આપ અમારા સ્વામી છે. (“સાકિસ્સ” શબ્દને છઠ્ઠી વિભક્તિમાંથી પહેલી વિભક્તિમાં લે) આથી કરીને (ત્તિ કટ્ટ) હે અરિહંત....! હે ભગવંત.....! આપને અમારા ત્રણ વખત (તિકટ્ટ-ત્રિકૃવસુ) નમસકાર થાઓ.
શ્રુતકીર્તન અહીં સુધી મહાવ્રતની ઉચ્ચારણા (અને તેની સ્તવના) થઈ.
ઇચ્છામે સુરકિરૂણું કાઉં ? જેટલી જીવનમાં મહાત્રતેની વિશેષતા છે તેટલી જ કૃતજ્ઞાનની પણ વિશેષતા છે. કેમકે તે બન્ને સમાન રીતે કર્મક્ષય કરનારા છે. માટે હવે શ્રુતજ્ઞાનનું કીર્તન કરવામાં આવે છે.
નમે તેસિં....અરે....! તે ક્ષમાપ્રધાન શ્રમણને એટલે કે તીર્થકર દેને, ગણધર ભગવતેને અને પૂર્વના મહાપુરુષને અમારે નમસ્કાર થાઓ.