________________
મુનિજીવનની બાળપોથી
૧૦૭
(૨) રાજાના જીવનની ખટપટો વગેરે જોઈને કઈ સાધુ શેઠ થવાનું નિવાણું કરે.
(૩) કોઈ સાધુ પુરુષના જીવનની ઘણી પ્રવૃત્તિઓને ત્રાસ જોઈ સ્ત્રી થવાનું નિયાણું કરે.
(૪) કઈ સાધુ સ્ત્રીના જીવનની નિંદનીયતા-નિર્બલતા. તથા પરાધીનતાને જોઈને આવતા ભવે પુરુષ થવાનું નિયાણું કરે,
(૫) કોઈ વળી અશુચિ વગેરેથી ભરેલા પુરુષના શરીરને જાણીને બીજા દેવ-દેવીઓ સાથે કામસુખે ભેગવવા માટે સ્વર્ગના દેવ થવાનું નિયાણું કરે. જે બીજા દેવ-દેવીઓ સાથે કામસુખ ભગવે તે પરપ્રવિચારી દેવ કહેવાય.
(૬) પરપ્રવિચારી દેવ થઈને કામસુખ ભેગવવામાં બીજા દેવ-દેવીઓની પરાધીનતાનું દુઃખ જોઈને કેઈ સાધુ એમ નિયાણું કરે કે હું મારા પિતાનાં જ દેવ-દેવીનાં રૂપ વિકુવને કામસુખે ભેગવી શકું તે માટે સ્વપ્રવિચારી દેવ થાઉં.
(૭) કોઈ સાધુ-તમામ પ્રકારના કામસુખેથી વૈરાગી. બનેલે એવું નિયાણું કરે કે હું નવવેચક વગેરેમાં દેવ થાઉં.
(૮) ઉપરના દેવલોકમાં પણ અવિરતિ તે છે જ.. માટે તેના તરફ અરૂચિ દાખવતે કઈ સાધુ એવું નિયાણું કરે કે અન્ય જન્મમાં હું શ્રીમંત અને ઉત્તમ કુળમાં શ્રાવક