________________
મુનિજીવનની બાળપેથી-૪
| (૬) ગાર્હસ્થી સંસારીપણે જે કાકા, મામા થતા હેય તેમને પોતે સાધુ થયા પછી પણ કાકા, મામા વગેરે પદોથી જ સંબોધવા તે.
(૬) ઉપશમિતાધિકારણેદરણું : શાંત પડેલા કલહને જગાડતી વાણી તે.
ગાથા બત્રીસમી : છ પ્રકારના અત્યંતર અને છ પ્રકારના બાહ્ય તપને સ્વીકારતે.
ગાથા તેત્રીસમી : સાત પ્રકારના ભયસ્થાને તથા સાત પ્રકારના વિભંગજ્ઞાનને ત્યાગ.
સાત પ્રકારના ભયસ્થાને
[“શ્રમણ સૂત્રના” “સત્તહિં ભયઠાણે હિં”ના અર્થમાંથી જોઈ લેવા પૃષ્ઠ ૪૨].
સાત પ્રકારનાં વિભાગજ્ઞાન (૧) એવી માન્યતા કે આખું જગત પૂર્વ વગેરે દિશાઓમાંથી એક જ દિશામાં રહેલું છે.
(૨) એવી માન્યતા કે ચાર દિશાઓ તથા ઊર્થ અને અધેમાંથી એક દિશા એમ કુલ પાંચ દિશામાં જ આખું જગત સમાયું છે.
(૩) એવી માન્યતા કે જીવ કર્મથી બંધાતે જ નથી માત્ર શુભાશુભ બાહ્ય ક્રિયાઓથી જ બંધાય છે.