________________
૧૦૦
મુનિજીવનની બાળથી
હેય વસ્તુઓને ત્યાગ કરતા હું ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત એ હું મારા પાંચ મહાવ્રતની રક્ષા કરીશ.”
અને જે ગાથામાં ઉપાદેય તત્વનું નિરૂપણ આવશે તે દરેક ગાથાની બીજી લીટીમાં એમ કહેવામાં આવશે કે, તે ઉપાદેય વસ્તુઓને સ્વીકાર કરતા હું, સાધુ જીવનના ગુણેથી યુક્ત (જુત્તો) એ હું, મારા પાંચ મહાવ્રતની રક્ષા કરીશ
હવે તે દરેક ગાથાને બાકી રહેલા પૂર્વાર્ધને અર્થ માત્ર જણાવવામાં આવે છે.
ગાથા વીસમી : એક સાવદ્યોગને, એક મિથ્યાત્વને તથા એક અજ્ઞાનતાને ત્યાગ.
ગાથા એકવીસમી : એક નિષ્પાપ વ્યાપારને, એક સમ્યકત્વને તથા એક સમ્યગૂજ્ઞાનને સ્વીકારતે.
ગાથા બાવીસમી : રાગ અને દ્વેષ એવા બેને તથા આd અને રૌદ્ર એવા બે ધ્યાનને ત્યાગ.
ગાથા ત્રેવીસમી : દેશવિરિત અને સર્વવિરતિ એવા બે ચારિત્ર તથા ધર્મ અને શુક્લ એવા બે ધ્યાનને સ્વીકારતે.
ગાથા ચાવીસમી: કૃણ-નીલ-કાપિત એવી ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓને ત્યાગ.
ગાથા પચ્ચીસમી : તેજે–પદ્મ ને શુફલ એવી ત્રણ પ્રશસ્ત લેશ્યાઓને સ્વીકારતે.
ગાથા છવીસમી : મારા મનથી પાંચ મહાવ્રતની રક્ષા કરું છું. આ પ્રમાણે આ ગાથાને અન્વય કર.