________________
મુનિજીવનની બાળપોથી-૪
૯૧
સોવેસિં પાણાણું: સર્વ પ્રાણુઓ બેઈન્દ્રિય તેઈદ્રિય
ચઉરિન્દ્રિય) સોવેસિ ભૂયાણું : સર્વ ભૂતે, (સર્વ વનસ્પતિકાય) સવસિં જીવાણું સર્વ જીવે (સર્વ પાંચ ઈન્દ્રિયવાળા) (અને) સસિ સત્તાણું: સર્વ સને (સર્વ પૃથ્વીકાય આદિ) અદુફખણયાએ : કેઈપણ પ્રકારનું માનસિક સંતાપરૂપ દુઃખ
થવા દેતી નથી. અયણયાએ ઃ કેઈને પણ શેક થવા દેતી નથી. અજુરણયાએ કઈ પણ જીવને ભૂખ્યા રાખીને ભાર ખેંચાવીને
કે માર મારીને અશકત કે વૃદ્ધ થવા દેતી નથી. અતિ૫ણયાએ : મોંમાંથી લાળ પડી જાય કે આંખમાંથી આંસુ વહી જાય તે શેડો પણ પરિશ્રમ કેઈપણ
જીવને થવા દેતી નથી. અપીડણયાએ : પગથી કચડી નાખવારૂપ પીડા થવા દેતી નથી. અપરિવણયાએ ઃ સર્વ શારીરિક દુઃખરૂપ સંતાપ થવા
દેતી નથી. અણુદ્રવણયાએ કેઈપણ જીવને મરણ સુધીને અતિ ત્રાસ થવા દેતી નથી.
આમ સર્વ જીવ રક્ષા કરાવતી પ્રાણાતિપાતવિરતિ, તેના આરાધકનું હિત વગેરે કરે છે.
પ્રાણાતિપાત વિરતિ મહાવ્રતનું સ્વરૂપ
આ મહાવ્રત–મહત્વે મહા અર્થવાળું છે. મોક્ષ આપના હેવાથી–મહાગુણે-મહાગુણ સ્વરૂપ છે.