________________
ૐ
ત્યારબાદ સ. ૧૯૪૭ ના વૈશાખ સુદી ૧૩ ના રાજ ઘણી ધામધુમથી તેમનાં લગ્ન શેઠ જીવણલાલજી સાથે થયાં. મુંબઈ અને પાટણના અગ્રગણ્ય શ્રીમંત કુટુ ંબમાં તે આદર્શ થયાં. સંપત્તિની વિપુલતા હેાવા છતાં તેમની સાદાઇ અને કુટુંબ વાત્સલ્યતા—તેમના આશ્રિતા પ્રત્યેની સહાનુભુતી, અને ખાસ કરીને તેમની ધર્મપ્રીતિ તેમના દરેક કાર્યમાં તરવરી રહેતી.
તેમણે સ’. ૧૯૫૦ ના મહા શુદી ૫ ના શુભ દીવસે હૈદરાબાદ મુકામે એક પુત્રી રત્નને જન્મ આપેલા. પરંતુ કુદરતના કાઇ અકલ નિયમને આધીન તે પુત્રી માત્ર દશજ દીવસનુ જીવન ભાગવીને અવસાન પામી. ત્યારબાદ તેમને કાંઈ સંતાન થયુ નહાતું.
આટલી વિપુલ સંપત્તિ છતાં સંતાનની જરા પણ વ્યથા તેમના હૃદયમાં કપિ પણ ઉદ્ભવી નથી એ તેમની સહનશીલતા અને મનુષ્ય માત્ર કર્માને વશ છે. એ સુત્ર તેમના જીવનમાં સંપૂર્ણ હતુ. તેના આ પુરાવા છે,
માત્ર પોતે ધર્મપ્રેમી હતા તેટલુ ંજ નહિ પણ તેમના સમાગમમાં આવનાર દરેકને તેવાજ મનાવવાની તેમની ઇચ્છા હમેશાં દ્રશ્ય થતી હતી. એક આદર્શ અને ગુણવાન પત્નિને છાજે તેવો રીતે શ્રીમાન શેઠ જીવણલાલજીને અનેક શુભ કાર્યો કરવાની પ્રેરણા કરીને, તેવા કાર્ય માં સંપૂર્ણ ઉલ્લાસથી ભાગ લઈને તેમના દરેક કાર્યમાં સહાયક થયા હતાં.
તે પાતે શ્રીમ'ત અને કામળ પ્રકૃતીવાળા છતાં અઠ્ઠાઈ વિગેરે તપશ્ચર્યા પણ કરતા હતા.