________________
સ્વ. વિજુબેનનું સંક્ષિપ્ત જીવન.
પ્રેમ ભક્તિ-યોગે પુસ્તક જે વ્યક્તિને અર્પણ કરવામાં આવે છે તેમનું જીવન ચરિત્ર પુસ્તકના પ્રારંભમાં આપવાની પ્રચલીત રૂઢીને અનુસરવાને માટે નહિ પરંતુ નામદાર નિઝામ સરકારના ઝવેરીઓ તરીકે જાણીતા થયેલા અને સમસ્ત હિંદની જેમ કેમમાં માનવંતુ પદ ધરાવતા પાટણના સુપ્રસિદ્ધ બાબુ સાહેબ પનાલાલજીના કુટુંબની અધિષ્ઠાત્રીનું પદ ભેગવતાં, સંપત્તિના શિખરે રહેવા છતાં તેના ગર્વથી અલિપ્ત, સંપૂર્ણ વહેવાર કુશળ હોવા છતાં પુરા ધર્મ પ્રેમી, એવાં શ્રીમતી વિજ્યા બેનનું જીવન બીજાઓને અનુકરણીય થઈ પડે તેવું છે.
શ્રી વિજુબેનને જન્મ પાટણમાં સં. ૧Ö૩ ના શ્રાવણ સુદી ૩ ના રોજ થયો હતો. ખાનદાન કુટુંબમાં જન્મેલા હોવાથી નાનપણથી જ ઉચ્ચ સંસ્કાર, અને ધર્મને રાગ તેમનામાં સારા પ્રમાણમાં ફેલાયા હતા. સુવર્ણમાં સુગંધ મળે તેમ તેમનું સગપણ પાટણના સુપ્રસિદ્ધ શ્રીમાન બાબુસાહેબ જીવણલાલજી પનાલાલજી સાથે કરવામાં આવ્યું હતું. તેમની યશરેખા એટલી તો પ્રબળ હતી કે બાબુસાહેબ તરફથી શ્રી પાટણથી શ્રી કેશરીયાજીનો સંઘ તે અરસામાં કાઢવામાં આવ્યું, અને તેમાં સંઘવણનું ગૈારવ અને માનભર્યું પદ તેમને તેમની કુવારી અવસ્થામાં જ આપવામાં આવ્યું.