________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી તેવાં વસ્ત્ર, અલંકાર તો. એકાંતમાં કોઈ સ્ત્રીની સાથે વાતચિતસંસર્ગ ન કરો. રસલુબ્ધતાથી અનેક દેષ પેદા થાય છે. સંતેષ ગુણ નષ્ટ થાય છે. સમભાવરૂપ મહાન આત્મલાભ તેને સ્વપ્નમાં પણ સાંપડતું નથી, માટે આત્મહિત ખરેખર ઈચ્છતા જ હૈ તો બ્રહ્મચર્યવ્રતની ખાસ રક્ષા કરો.
[ જે. ધ. પ્ર. પુ. ૫૬, પૃ. ૩૧૪ ]
મનનીય વિચારો. ૧. જ્યાં સુધી તમે નિયમોને દઢ વળગી રહેતા નહીં શિખ્યા હો ત્યાં સુધી લખાણમાં કે વિચારમાં તમે બીજાઓને માટે એવા નિયમો નક્કી કરી શકશે નહીં. આ હકીકત જીવન-ચારિત્ર્યને અંગે વધુ લાગુ પડે છે.
૨. કઈ અવર વસ્તુને કિંમતી કે લાભદાયી ન ગણો કે જેથી તમને તમારું વચનભંગ કરવાની ફરજ પડે, કોઈ માણસને તિરસ્કાર પડે, શંકાશીલ બનવું પડે, શ્રાપ આપ પડે અને ઘમંડી વર્તન રાખવું પડે એવી ચીજની તૃષ્ણ ન રાખવી કે જેને બીજાથી છુપાવવી પડે.
૩. એક ચીજ ઘણું જ કિંમતી છે. તે એ કે તમારા જીવનને અસત્યવાદી કે અન્યાયી માણસ સાથે પણ ઉપકારમય વૃત્તિથી સત્ય અને ન્યાયપૂર્વક ગુજારવું.
૪. તમે છેલે અભિપ્રાય-ચૂકાદે આપવામાં ઉતાવળા ન બને. દરેક હકીકત સાંભળે, દરેક દષ્ટિબિંદુને ધ્યાનમાં ત્ય અને કોઈ પણ જાતને ઈન્સાફ જાહેર કરતાં પહેલાં પ્રશ્નને દરેક બાજુથી અવલોકે.