________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૫૩ ] પુણ્ય અને પાપ કર્મની સમજ મન વચન કાયાએ કરી, જે જે જીવથી થાય; કર્મ કહે છે તેહને, જેથી જીવ બંધાય. ૧ શુભ કર્મ સારાં હૈયે, અશુભ નઠારું હેય; તે માટે શુભ કર્મમાં, યત્ન કરે સો કેઇ. ૨ પુણ્ય કર્મ-પુણ્ય બાંધવાના મૂળ નવ કારણે છે. કર્મનાં ઘણાં પ્રકાર છે. જીવની સાથે શુભ કર્મ તે પૂણ્ય કર્મ કહેવાય છે. તે મુખ્યત્વે કરીને નીચે દર્શાવેલા કામો કરવાથી બંધાય છે.
૧. ભૂખ્યા પ્રાણને પ્રેમવડે અન્ન આપવાથી. ૨. તરસ્યા પ્રાણીને પાણી પીવા આપવાથી. ૩. રહેવા માટે આશ્રય વગરનાને સ્થાન આપવાથી. ૪. સૂવાને બિછાના વગરનાને બીછાનું આપવાથી. ૫. દરદીને એસડ–ભેષજ આપી વ્યાધિ ટાળવાથી.
૬. દુઃખી પ્રાણીઓનાં દુઃખ મટાડવા માટે સારા વિચાર કરવાથી.
૭. દુઃખી પ્રાણુનાં દુઃખ દૂર થાય તેવાં પ્રિય અને મધુર વચનો બેલવાથી.
૮. પ્રાણનાં દુઃખને મટાડવા શરીરની મદદ આપવાથી. ૯. વસ્ત્ર વિનાનાં પ્રાણીને પહેરવા વસ્ત્ર આપવાથી.
એવી રીતે બીજાં પણ વિશેષ કારણોથી પુણ્ય કર્મ બંધાય છે. સાધુ સંતેને તથા સુશ્રાવક બંધુઓને એ બધું પૂજ્યભાવ