________________
લેખ સંગ્રહ : ૮ :
[ પ ] ૮. સ્નાન કરતાં વિશેષ જળ ઢળવાથી નાહક ત્રસાદિક જીવોની વિરાધના થવા ન પામે એવી રીતે જયણાનું લક્ષ રાખવું.
૯ પોતે કનાન કરી જેવા તેવા અશુદ્ધ વસ્ત્રથી શરીર લુવું નહીં.
૧૦. દેવગુરુને વંદન-પૂજન કરવાનાં વસ્ત્ર સાધારણ (પંચાઉ) નહિં વાપરતાં પોતાનાં અલાયદાં રાખીને વાપરવાં.
૧૧. વંદન-પૂજન-ચૈત્યવંદનાદિક પ્રસંગે નિર્શાિહી પ્રમુખ દશ ત્રિક જાળવી અને સારું ઉત્તરાસન રાખી, મનની એકાગ્રતા સાચવી, દેવગુરુની સેવા-ભકિત કરવી.
૧૨. પુરુષોએ પ્રભુની જમણે બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ રહી દર્શન, વંદન, પૂજન, ચિત્યવંદનાદિ વિધિ સાચવે.
૧૩. પ્રથમ શરીરશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, મન સ્થિર કરી, ભૂમિપ્રમાજનવડે શુદ્ધ કરી, શ્રેષ્ઠ પૂજાનાં ઉપકરણની સામગ્રીથી, ન્યાય દ્રવ્ય ખરચી દેવગુરુની ભક્તિનો યથાયોગ્ય લાભ લેવો.
૧૪. પંચપ્રકાર કે અષ્ટપ્રકારી પૂજા તેના હેતુ સમજીને કરવી.
૧૫. દ્રવ્ય પૂજાપૂર્વક ભાવપૂજા-તુતિ સ્તવનાદિકનો લાભ લેવા ચકવું નહીં. ગંભીર અને મધુર સવરથી ચેત્યવંદનાદિક કરવું.
૧૬. જ્ઞાની ગુરુ વગેરે વડીલ જે ચૈત્યવંદન વખતે વિદ્યમાન હોય તો વિનય-બહુમાનપૂર્વક તેમની સાથે ચિત્યવંદન કરવું.
૧૭. પંચાશકાદિકમાં કહેલે વિધિ યથાયોગ્ય આદરવા ખપ કરો .
૧૮. અર્થ ને રહસ્યની સમજ મેળવી સ્થિર ઉપયોગથી ધર્મકરણ કરવી.