________________
:
૪ :
સન્મિત્ર આટલું વિપુલ અને આવું સુંદર સાહિત્ય નિમાણ કરી શકયા છે તેનું મુખ્ય કારણ તો ઉપર બતાવેલા વાણીવ્યવહારની વિશદતા ગણી શકાય.
જે મુમુક્ષુઓ સન્મિત્રે આપેલા માર્ગે આત્મશ્રદ્ધાપૂર્વક કૂચ કરે તે તેઓ નિ:સંદેહ જીવનની વાસ્તવિક સફલતા સાધી શકે છે. અને કપૂરવિજય સ્મારક સમિતિએ માસિકમાંથી સન્મિત્રના લેખોને પુસ્તકોનું રૂપ આપ્યું તેને અપજીવી ન રહેવા દેતાં દીર્ઘજીવી બનાવવા દૂરંદેશી વાપરી એથી જનતા પર ખરેખર સમિતિએ ઉપકાર કર્યો છે. સમિતિને અન્તિમ સૂચના એ છે કે–આઠ ભાગ જેમ ઉપદેશથી અલંકૃત કર્યા તેમ નવથી બાર સુધીના ભાગે માટે પૂજ્ય આચાર્યો, ઉપાધ્યાય, ગણિવરે, મુનિરાજે અને શ્રાવક-શ્રાવિકાઓ પોતપોતાનાં સંસ્મરણે સમિતિ પર મેકલી આપે તો બાર અંગેની સુંદર શ્રેણિ તૈયાર થઈ જાય. પર્યાલોચન માટે (Reference) ઉપયોગી પૂરવાર થાય. સં. ૨૦૪
માવજી દામજી શાહ ચિત્રી પૂર્ણિમા |
ઘાટકોપર. સગુણાનુરાગી શ્રી કરવિજયજી લેખસંગ્રહ
ભાગ ૪. આ ભાગમાં “શ્રી આત્માનંદ પ્રકાશમાં આવેલા ૧૦૦ લેખે આપવામાં આવ્યા છે. પૃષ્ઠ ૩ર૦, કિંમત પ્રથમ પ્રમાણે, કાચા પુંઠાના પાંચ આના, પાકા પુંઠાના છ આના. ખાસ વાંચવા લાયક લેખે છે. શ્રી કર્પરવિજય સ્મારક સમિતિને આ પ્રયાસ સ્તુતિ પાત્ર ને ઉત્તેજન આપવા લાયક છે.
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૫૬, અંક ૧૧ ]