________________
લેખ સંગ્રહ : ૮:
[ ૭૩ ] અહીં પણ માઠાં સાહસ ખેડતે મરણત કણ પામી અંતે દુર્ગતિગામી થાય છે.
વિધિના લેખ-કમના કાયદા મુજબ સહુને સુખદુઃખાદિ સાંપડે છે એમ જાણી ધીર, વીર સંકટ સમયે પણ કાયર થતા નથી, પુરુષાર્થ સેવે છે.
નિંદક–અજ્ઞાની જને જ્ઞાનીને નિંદે છે, ચારે ચંદ્રમાને નિદે છે, નીચ જનો ધર્મને નિંદે છે અને મૂર્ખ જનો સુવિવેકી પંડિતેને નિદે છે.
ધર્મબુદિ–વીતરાગ દેવ પ્રત્યે પ્રેમ-ભક્તિ, સહુ જીવો પ્રત્યે મૈત્રીભાવ, સુગુરુના હિતવચનમાં સંતોષ, શીલગુણવાળા સજજને વિષે ખરી પ્રીતિ તેમ શુદ્ધ ધર્મશ્રવણમાં અંતરરુચિ બની રહેવી જોઈએ. | મુગ્ધ જીના મનમાં એકાએક ધર્મબોધ અસર કરતા નથી તેથી પ્રથમ કામ ને અર્થના કથનથી તેમનાં મન ધીમે ધીમે ધર્મ પ્રત્યે આકર્ષવા. એમ કરવાથી બધશ્રમ સફલ થાય છે એટલે સમયેચિત કથનવડે પ્રથમ તેમનામાં તત્ત્વજિજ્ઞાસા જાગે છે. પછી તેઓ ધર્મોપદેશને લાયક બની અંતે મુક્તિના સાચા માને આદર કરી શકે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ ૧૪૪]
સુભાષિત. ૧. ભાવ વગરનું બધું ફર્ક–જેમ ગુરુ વગર યથાર્થ જ્ઞાન ન થાય, ઝાડ વગર ફળ ન થાય, નાવ વગર સમુદ્ર પાર ન પમાય તેમ ભાવ વગર ધર્મ ન જ થાય.