________________
[૨૯૪ ]
શ્રી કરવિજયજી કૃષ્ણાદિ છ લેશ્યા પરિણામવાળા અને અયોગી કેવળીપણે લેશ્યા રહિત (અલેશી) એમ સાત પ્રકારના છ જાણવા.
આઠ પ્રકારના છો આ પ્રમાણે-૧ અંડજાઈંડાથી ઉત્પન્ન થયેલા (પક્ષી, ઘોળી, મચ્છ, સર્પાદિક); ૨ પિતા( જરાયુ રહિત ગર્ભથકી જમે તે હાથી, ઘેડા, શશ, સારિ. કાદિક); ૩ જરાયકા (ગર્ભવેઇનથી વિટાયેલા-મનુષ, ગો, ભેંશ પ્રમુખ); ૪ રસજા (મદિરા, છાશ પ્રમુખ રસમાં ઉત્પન્ન થતા કીડા) ૫ સંદજા (પરસેવાથી ઉત્પન્ન થતા જૂ, માંકણ પ્રમુખ), ૬ સંમૂર્ણિમા (તીડ, માખી, કીડી પ્રમુખ) ૭ ઉમેદજા (ભૂમિભેદથી ઉત્પન્ન થતા પતંગાદિક) અને ૮ ઉપપાતા (દેવશયાદિકમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને નારક) અથવા દેવ, નર, તિર્યંચ અને નારકના પર્યાપ્ત અને અપયોuપણા વડે પણ જી આઠ પ્રકારના સમજવા. નવ પ્રકારના–પૃથ્વી, અ, તેઉ, વાઉ, વનસ્પતિ (સ્થાવર
* જેના વડે જેવો કમ જોડે બંધાય છે તે લેણ્યા જાણવી-કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ અને શુકલવર્ણ (વાળા અતિ સમ પુદ્ગલ). દ્રવ્ય સહાયથકી જીવની જે અશુભ શુભ પરિણામવિશેષ થાય છે તે લેસ્થાપકનું પરિણામ જાણવું. કૃષ્ણાદિક દ્રવ્યના સંબંધથી સ્ફટિક રનની પેરે આત્માનો જે શુભાશુભ પરિણામ થાય છે તે લેસ્યા સમજવી. તે કૃષ્ણદિક દ્રવ્ય સકળ કર્મપ્રકૃતિના નિચોડરૂપ સમજવા અને તે લેડ્યા
ઓનું અધિક વરૂપ જાંબુવૃક્ષના દષ્ટાંતે જાણવું. જાંબુ માટે સમૂળ, શાખા, પ્રશાખા, ગુચ્છ, ફળ અને પહેલાં જાબુ માત્રથી સંતોષ પકડનાર તેમજ દ્રવ્યલેભથી સર્વ નગર, મનુષ્ય, પુરુષ, હથિયાર બંધ તથા લડનારાને વંસ કરનાર અને ધન માત્ર હરનારાને દષ્ટાન્તથી સુસ્પષ્ટ થવા યોગ્ય છે. (ટીકા ઉપરથી ).