________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૮૯ ] ૧૦૯ અધ્યાત્મ વાણી આત્માને શાન્ત-શીતળ કરનાર અમૃત સમી કહી છે.
૧૧૦ કેવળ પાપને પિષનારી કુથલી( વિકથા)ને જ્ઞાનીજને વિષ સમી કહે છે.
૧૧૧ જ્યાં બેઠા કંઈ પરમાર્થ (સન્માર્ગ) પામીએ તેને જ કાયમ સંગતિ કહીએ.
૧૧૨ જે સ્થળે જવાથી અવગુણ આવે–વધે તેને જ કાયમ કુસંગતી કહીએ.
૧૧૩ દુર્જનને નેહ પતંગીયાના રંગની જેમ ચમક બતાવી ક્ષણમાં છેહ દે છે એમ જાણું તેવા દુર્જનના ક્ષણિક નેહથી અંજાઈ પિતાનું બગાડવું નહીં.
૧૧૪ સજજનને નેહ ચિળમજીઠના રંગ જેવો સદાકાળ અભંગ રહે છે અને તેમને સમાગમ કરવાથી કંઈ સદગુણને લાભ મળતો રહે છે. ઉક્ત બોલને વિસ્તારથી અર્થ સમજી હદયે ધીરતા મિથ્યાત્વ-અંધકાર નાશ પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૩૪ ]