________________
[ ૨૮૮ ].
શ્રી કપૂરવિજયજી ૯૮ હાથની ખરી શોભા, સુવિવેકથી સત્પાત્રને દાન દેવાથી થાય છે.
૯ ભુજબળે (પુરુષાર્થથી) ભવજળ તરાય તેથી પુરુષાર્થશાળીની ભુજાશોભા સમજો.
૧૦૦ નિર્મળ નવપદનું સ્થિર શ્રદ્ધાથી ધ્યાન ધરતા હૃદયશેભા લેખે.
૧૦૧ પ્રભુના અમૂલ્ય ગુણરત્નને કઠે ધારી, કંઠની ભારે શોભા કરી જાણે. - ૧૦૨ સદગુરુના ચરણની રજ શિર પર ધારી, એ રીતે ભાલશોભા કરીએ.
૧૦૩ અતિભારે મોહમળને સમ્યગ્રજ્ઞાન-ક્રિયાયોગે તેડી અક્ષયપદ વરીએ.
૧૦૪ દુનિયામાં સઘળા પાપનું મૂળ લેભ સમજી સંતોષવડે તેને જીતો.
૧૦૫ સઘળા રેગ રસવિકારથી થતા જાણ રસવૃદ્ધિલંપટતા તજવી.
૧૦૬ સકળ દુ:ખનું કારણ નેહ-રાગને સમજી, તેનાથી અળગા રહે તેની બલિહારી.
૧૦૭ નિજ કાયાને અશુચિભરી જાણ તેની મમતા તજવી.
૧૦૮ માયા-મમતા વર્જિત સરલ સ્વભાવી ભદ્રક પરિણામીને પવિત્ર લેખ.