________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૧] ૮, ગોખણપટ્ટી દ્વારા મેળવેલું અપકવ જ્ઞાન પાછળથી આપઆપ જ ભુલાઈ જવાનું અને તે પિતાની શ્રદ્ધા અને આત્મભાન બંને ગુમાવી દેવાના. હદપારની ગોખણપટ્ટીથી સ્મરણ શક્તિ બગડે છે.
૯. બીજા માણસો કેવા થયા છે અને એમણે શું કર્યું છે, તે વિષે વાંચવું તથા વિચાર કરવો એટલું જ બસ નથી પરંતુ તેવા થવું અને તેવા કામ કરવા જરૂરી છે. તરુણ પુરુષે જીવનનો મહાન ઉદેશ વિસરી જાય એ ઘણે સંભવ છે.
૧૦. રૂએ કહ્યું હતું કે-ફરીથી કહું છું કે તેને જ્ઞાન આપવું એ મારે ઉદ્દેશ નથી, પરંતુ તેને જરૂર પડે ત્યારે તે કેવી રીતે પ્રાપ્ત કરવું એ રીત શીખવવાને મારો ઉદ્દેશ છે.”
૧૧. સર્વ જ્ઞાન આત્મશિક્ષણથી પ્રાપ્ત થાય છે, વિદ્યાથીની માનસિક ક્રિયા પર જ તેના જ્ઞાનની પ્રગતિને આધાર રહે છે. શિષ્યને પિતાની જાતને ઓળખતાં શીખવવું એ જ ગુરુનું મહાન કાર્ય છે.
૧૨. માનસિક વિકાસ આપણને મનુષ્યત્વ અર્પણ કરે છે. એટલા માટે તમારું માનસિક બળ વધારે.
૧૩. જે થોડા માણસો ચિન્તનશાલી હોય છે તેમાંથી પણ કેટલાં થોડા માણસ એગ્ય રીતે ચિત્તન કરે છે.
૧૪. સઘળાં કાર્યોમાં તેને આરંભ કર્યા પૂર્વે ઉત્તમ તૈયારી કરી રાખવી જોઈએ. અધીરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.