________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯૧ ] થયેલ છે. તેમાંના ત્રીજા કાંડના પાછલી થોડીક ગાથાઓને કંઈક સાર ઉપરના છટા લેખમાં જિજ્ઞાસુ વાચક જોઈ શકશે અને તેનું સારું દહન જેવા ઈચ્છા જાગે તો તે સમગ્ર જેવાને લાભ લઈ પોતાની તત્વજિજ્ઞાસાને સંતોષી શકશે.
[ જે. ધ. પ્ર. પુ. ૫ર પૃ. ૧૫ ]
આત્મા સંબંધી વિચાર અને ભિક્ષુના આચાર
૧. વાણી ત્યાંથી પાછી ફરે છે, ત્યાં કઈ તર્ક પહોંચતો નથી અને બુદ્ધિ પેસી શકતી નથી. જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે. તેને લીધે આ મનુષ્ય આતમવાદી કહેવાય છે. સમભાવ એ તેને સ્વભાવ છે. તે ભેગ પદાર્થોના આલંબન વગર રહી શકે છે. ( લેકસાર)
૨. સંશયામાં મનુષ્ય સમાધિ પામી શકતું નથી–વિનાશ પામે છે.
૩. કેટલાક સંસારમાં રહીને જિનેને અનુસરે છે અને કેટલાક ત્યાગી થઈને જિનેને અનુસરે છે, પણ તે બંનેએ જિનેને નહીં અનુસરતા લોકો પ્રત્યે એમ માનીને અસહિષ્ણુ ન થવું કે “જિનેએ જ સત્ય અને નિઃશંક વસ્તુ જણાવી છે.” કારણ કે જિન પ્રવચનને સત્ય માનતા, શ્રદ્ધાવાળા, સમજણ પામેલા અને બરાબર પ્રત્રજ્યાને પાળતા એવા મુમુક્ષુને કઈ વાર આત્મપ્રાપ્તિ થાય છે અને કઈ વાર જિનપ્રવચનને સત્ય માનનારાને આત્મપ્રાપ્તિ નથી પણ થતી; તેમજ કેટલાક એવા હોય છે કે જેમને શરૂઆતથી જ જિનપ્રવચન સત્ય