________________
[ ૧૯૦ ]
શ્રી રવિજયજી તે ફળસાધક બને, અન્યથા નહીં. આ બાબતમાં અંધ-પંગુ ન્યાય પ્રસિદ્ધ છે.
જિનવચનની કુશળ કામના અર્થ–મિથ્યાદર્શનના સમૂહમય ને અમૃત (અમરપણું) આપનાર તથા મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર-કલ્યાણ હો!
ભાવાર્થ–અહીં જિનવચનની કુશળ કામના કરતાં ગ્રંથકારે એને ત્રણ વિશેષણે આપ્યાં છે. ૧ મિથ્યાદર્શનના સમૂહમય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેનદર્શનની ખૂબી કે વિશેષતા છૂટી છૂટી અને એક બીજીને અવગણતી હોઈ ખોટી ઠરતી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી, તેની ઉપયોગિતા સાધવામાં જ છે. ૨ સંવિજ્ઞ સુખાધિગમ્ય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેના દર્શન એ અનેક પરસ્પર વિરોધી દષ્ટિઓને સમુચિત સરવાળો હે ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ મુમુક્ષુજનોને વગર મહેનતે સમજી શકાય તેવું છે, કેમકે સમજવાનો અધિકાર કલેશશાંતિ (મુમુસુપણા )માં રહેલે છે. ૩ અમૃતસાર એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેમાં મધ્યસ્થપણું કેન્દ્રસ્થાને છે અને તેથી જે મધ્યસ્થ વડે જ સમજી શકાય તેવું છે તે જિનવચન કલેશને નાશ કરવા દ્વારા અમરપણું મેળવી આપવાની જે અધિકારી ઉપયોગ કરવા ધારે તે, શકિત ધરાવે છે. આ ત્રણ વિશેષજેને લીધે જ એની પૂજ્યતા છે.
ખાસ સૂચના-સન્મતિ પ્રકરણના ત્રણ કાંડેનું દહન તેના છઠ્ઠા વિભાગ તરીકે તેની સવિસ્તર પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ