________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૧ ] ખરું સુખ ૧. જે સુખ આત્માને આધીન છે તે સ્વતંત્ર સ્વાભાવિક સુખ જ સાચું છે, બાકીનું બધું પરાધીન સુખ ફક્ત કપિત, તુચ્છ અને ક્ષણિક–જોતજોતામાં હતું–નહોતું થઈ જાય એવું વૃથા નામમાત્ર છે.
૨. મોટા તેજસ્વી રાજાઓને પણ અન્ય વસ્તુ(રાજ્યદિક)ને આધીન જે સુખ છે તે ઉપાધિમય હાઈ કણરૂપ જ છે, એમ વિચારી આત્માને આધીન જે સ્વાભાવિક સુખ છે તેને જ સ્વીકાર કરવો ઘટે છે.
૩ આત્માને આધીન તે જ સુખ અને પરાધીન સઘળું દુઃખ સમજનારા ક્ષણિક અને કલ્પિત એવા તુચ્છ વિષયાદિક સુખમાં કેમ જ મુંઝાય ? તેમાં તેઓ કેમ રતિ–પ્રીતિ-આસક્તિ ધારણ કરે ?
૪. નિ:સંગતા-વિરક્તતાથી મોક્ષદાયક ખરું સુખ સાંપડે છે અને પરમાં રતિ-પ્રીતિ–આસક્તિ કરવાથી સંસારની વૃદ્ધિ કરનારું જન્મમરણજનિત અનંત દુઃખ પ્રાપ્ત થાય છે.
૫. જ્ઞાની–વિવેકી જને ગમે તેવા સુખ–દુઃખ પ્રસંગે સિંહવૃત્તિ ધારણ કરી સમતાયેગે કર્મની ભારે નિર્જરા કરે છે અને અજ્ઞાની-અવિવેકી જને નીચ ધાનવૃત્તિવડે ન કમબંધ કરતા રહે છે.
૬. જ્ઞાની-વિવેકી જને પ્રાપ્ત પુન્યસામગ્રીને સારામાં સારે ઉપયોગ કરી પિતાનું કલ્યાણ સાધે છે પણ અજ્ઞાનીઅવિવેકી જને તેને વૃથા ગુમાવે છે અથવા સ્વછંદપણે તેને ગેરઉપગ કરે છે.
-વિવેકી જે હયાળ સાથે જપ તેને