________________
[ ૧૧૦ ]
શ્રી કપૂરવિજયજી
પણ કઇં હિતકાર્ય કરી શકતા નથી ત્યારે પુરુષાથી જના સારભૂત મહત્ત્વનું કાર્ય કરી દેખાડે છે.
૩ જે કાઇ હિત–ઉપદેશને ન સહે–ન આદરે તેની ઉપર તુ કાપ કરીશ નહીં. નકામી પરિચન્તા કરવાવડે પેાતાના સ્વાભાવિક સુખના લેાપ કેમ કરે છે ?
૪ કેટલાક મૂઢજના શાસ્ત્રના અનાદર કરી શાસ્ત્રવિરુદ્ધ ( ઉત્સૂત્ર ) ભાષણ કરે છે તે મુગ્ધજના નિર્મળ જળપાન તજી, લઘુનીતિ( મૂત્ર )તું જ પાન કરે છે એમાં આપણે શું કરીએ ? એમાં તેમના કા જ દ્વાષ છે.
૫ પેાતાની થવાની ગતિને અનુસારે મન-પરિણામ વર્તે છે, જેવી ગતિ તેવી મિત થાય છે, તે તું કેમ જોતા-સમજતા નથી ? જીવનુ જેવું પરિણામ આવવાનુ હાય છે તે તારાથી કેાઇ રીતે મિટાવી શકાય એમ નથી.
૬. આનંદદાયી સમતાને તું દિલથી રમાડ અને માયા ાળને સંકેલ, તેને ત્યાગ કર. તું પુદ્દગલપરાધીનતા નકામી ભાગવે છે. આયુ અલ્પ છે.
૭. અંતરમાં રહેલ મનેાહર ચેતન એ જ અનુપમ તી છે એ વાતને યાદ કર. ચિરકાળ શુદ્ધ પરિણામને ધારણ કરી રાખ, જેથી તું શાશ્વત મેાક્ષસુખ પામીશ.
૮. પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાના નિદાન( મૂળ કારણ )રૂપ, પ્રગટ કેવળ વિજ્ઞાન આપવાવાળા વિનયવિજયજી ઉપા• ધ્યાયવડે વિવેચન કરાયેલા શાન્ત સુધારસનું પાન હૈ ભવ્યજના ! તમે પ્રેમપૂર્વક કરે. [ જૈ. . પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૬ ]