________________
[ ૧૮ ]
શ્રી કરવિજયજી ૧૦ એક પણ દુઃખા જીવને સન્માર્ગ પમાડનાર મહાઉપકાર કરે છે.
૧૭ સમક્તિદાયક ગુરુમહારાજનો બદલો વાળી શકાતો નથી.
૧૮ નિકટ ભવનું એ લક્ષણ છે કે તે વિષયસુખમાં રક્ત ન થાય અને સર્વત્ર તપ-જપ, સંયમાદિક અનુષ્ઠાનમાં બહુ ઉદ્યમ કરતો રહે.
૧૯ અત્યારે જે યથામતિ ને યથાશક્તિ ખંત ધરી ઉદ્યમ નહિ કરીશ તે લાંબો વખત સુધી કાળ ને બળને શોચ કરતા તે પસ્તાઈશ.
૨૦ છતી સામગ્રીને લાભ લેવા ચૂકીશ તે તે પાછી કયાંથી સાંપડશે?
૨૧ યતનાપૂર્વક વર્તતાં નિશ્ચ ચારિત્રધર્મની રક્ષા થઈ શકે છે.
૨૨ ક્રોધાદિક ચારે કષાયોને જીતે છે તે મનુષ્યને માન્ય ને દેવને પૂજ્ય થાય છે.
૨૩ ઈન્દ્રિયોને વશ પડવાથી અનેક અનથો-કો અનુભવવા પડે છે, તેથી તેમને અહિતમાર્ગથી નિવવી હિતમાર્ગમાં જ પ્રવર્તાવવી ગ્ય છે.
૨૪ આ ભવ-પરભવમાં નીચ સ્થાનને પમાડનાર સર્વે મને યત્નથી તજવા.
૨૫ પંચવિધ સ્વાધ્યાયવડે રૂડું ધ્યાન થાય છે, સર્વ પરમાર્થ જણાય છે અને સ્વાધ્યાયમાં વર્તતાં ક્ષણે ક્ષણે વૈરાગ્ય જાગ્રત થાય છે.