________________
લેખ સંગ્રહઃ ૭:
[ ૪૭ ] નયથી કાર્યને માટે તેમ બોલાવવામાં આવે છે. એવા ઉપયોગ- . પૂર્વક બેલાય તો તે પારમાર્થિક ભાષા છે એમ કહેવાય.
૧૨–વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બની શકે? વ્યવહાર સત્યની વ્યાખ્યા કહેશો?
ઉત્તર–વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું અને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય આ રીતે જાણવાનું છે, જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે કહેવું અને તે પ્રસંગે જે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય.
પ્રકન ૧૩–સત્ય બોલતાં કઈ પ્રાર્થના પ્રાણને નાશ થાય અથવા વચન ઉન્મત્તતાથી બેલાય તે તેને સત્ય કહેવાય ખરું?
ઉત્તર–યદ્યપિ ખરું હોય તે પણ તે અસત્ય તુલ્ય જ છે. પ્રશ્ન ૧૪–અસત્ય એટલે શું ? ઉત્તર–સત્યથી વિપરીત તે અસત્ય કહેવાય છે. પ્રશ્ન ૧૫–સત્ય બોલવું કઠણ નથી ? ઉત્તર–આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી.
પ્રકન ૧૬–પરમાર્થ સત્ય બોલવાનું ક્યારે ને કેવી રીતે બની શકે ?
ઉત્તર–સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલાઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે.
પ્રથમ ૧૭–સંપૂર્ણ પણે પરમાર્થ સત્ય કયારે બેલી શકાય? ઉત્તર–અખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થ