________________
[ રર ]
શ્રી કપૂરવિજયજી જરૂર છે. ખેતી, ભજન પ્રમુખ ઐહિક કાર્યો પણ યથાવિધિ કરવાથી સફળ થાય છે, નહીં તે અફળ જાય છે કે હાનિ કરે છે.
પૂજાના પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ને પ્રતિપત્તિપૂજા–એમ ચાર પ્રકારની પૂજા અનેક ભેદે શાસ્ત્રમાં વખાણ છે, તે ગુરુગમથી સમજી, પ્રમાદરહિતપણે સર્વેએ બનતા આદર કરવો. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી સુવિધિનાથજીના સ્તવનમાં આ સંબંધે કરેલો ઉલ્લેખ વાંચી વિચારી જો અને પૂર્વ મુખ્યયોગે મળેલી માનવભવાદિક દુર્લભ સામગ્રી સાર્થક કરી લેવા ચેપ (સાવધાની) રાખવી.
પચ્ચકખાણ-મન અને ઇન્દ્રિયનું દમન થાય, કોધાદિક કષાયે મંદ-પાતળા પડે, ચિત્તની પ્રસન્નતા ટકી રહે-તેમાં કલુષતા થવા ન પામે અને આપણા નિયમિત કામમાં સ્કૂલના ન આવે, જ્ઞાન–ધ્યાન અધિક થવા પામે તે સાથે દેવગુરુની આજ્ઞાનું અખંડ પાલન કરવામાં કશી ખામી ન આવે એવાં તપ, જપ, વ્રત, નિયમ સુગુરુ સમીપે અત્યંત વિનીતભાવે યથાર્થ સમજી, શક્તિ અનુસાર ભાલ્લાસથી આદરી યથાવિધિ પાળવાં.
અશુચિમય, અસાર ને ક્ષણભંગુર એવા દેહાદિકથી સારભૂત, પવિત્ર ને અવિનાશી ધર્મતત્વ પેદા કરી લેવા માટે માયામમતા-સુખશીલતા તજી, શાસ્ત્રોક્ત વ્રત–પચ્ચકખાણ કરવા સૌએ પ્રયત્ન કરો. ધર્મશીલ જનેને જન્મ એ રીતે સફળ થવા પામે છે અને સ્વેચ્છાચારી વિવેકરહિત જનોનો જન્મ પશુની પેઠે અફળ થાય છે. હાથે આવેલી બાજી ન બગડે તેવી કાળજી સૌએ રાખી લેવાની જરૂર છે.
પ્રતિક્રમણ–જાણતા-અજાણતાં, દિવસે કે રાત્રે ગમે