________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૧ ] જાણી જોઈને વાપરવાનો નિષેધ ડહાપણભરી દયા પાળવાને દા કરનારા ભાઈ બહેનને સમજાવવાની જરૂર રહે ખરી ? તેવી દરેક ધર્મકરણ પ્રસંગે વાપરવાનાં વસ્ત્રો કેવળ શુદ્ધ ને નિર્દોષ રાખવા–રખાવવા સૌએ ચેતવું તેમજ ચેતાવવું. (૩) મનશુદ્ધિઉક્ત શરીરશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ વિગેરે સાચવવાને ખરે હેતુ ચિત્તશુદ્ધિ સાધવાનો અને તે દ્વારા અંતરને ભાવ-ઉલાસ જગાવવાને હોવો જોઈએ. તેથી જ અંગ–વસ્ત્રની શુદ્ધિ સાચવી, નિસીહ પ્રમુખ દશ ત્રિક અને શાસ્ત્રોક્ત પાંચ અભિગમ સાચવાનું દેવગુરુની સેવા-ભક્તિ કરવા ઈચ્છનારાઓએ ભૂલવું જોઈએ નહીં. તેથી મનની શુદ્ધિમાં વિશેષ વધારો થવા પામે છે. ખપી જનાએ તેને સવિસ્તર અધિકાર દેવવંદન ભાગ્ય પ્રમુખ ગ્રંથમાં જણાવેલ છે તે અવધારી લે. (૪) ભૂમિકાશુદ્ધિજે સ્થળે ( જિનમંદિર કે ઉપાશ્રયમાં ) સામાયિક, પ્રતિક્રમણ કે દેવપૂજાદિક ધર્મકરણી કરવી હોય તે સ્થળ જયણુંપૂર્વક પ્રથમથી જ સાફસુફ કરી લેવું જોઈએ. એમ કરવાથી ચિત્તની પ્રસન્નતા જળવાય છે અને તેમાં વધારો થવા પામે છે. (૫) પૂજે પગરણશુદ્ધિ-દેવગુરુભક્તિ પ્રસંગે ઉપગમાં લેવાનાં સાધન તથા સામાયિકાદિનાં ઉપગરણો પણ શુદ્ધ રાખવા. જીવજંતુ ઉપજે એવાં ગંદા કે મેલાં ન રાખવાં. (૬) દ્રવ્યશુદ્ધિઉત્તમ સાધના-ઉપગરણે મેળવવા જોઈતું દ્રવ્ય ન્યાય-નીતિ ને પ્રામાણિકતાથી પેદા કરેલું કે મેળવેલું હોવું જોઈએ, તેથી શુભ ભાવની રક્ષા ને વૃદ્ધિ થવા પામે છે. (૭) વિધિશુદ્ધિ-શુદ્ધ દેવગુરુધર્મની સેવા-ઉપાસના યથાવિધિ-સ્વસ્વયેગ્યતાનુસાર, દેશકાળભાવ તપાસીને કરવા-કરાવવા પૂરતું લક્ષ રાખવાની પણ