________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૮ ] ૩. ડહાપણભરી દયાનું પાલન સદા કરતાં રહેજે, અભય આપી અભયી બનજો. મનથી, વચનથી કે આચરણથી કેઈને પ્રતિકૂળતા-અશાંતિ ઉપજાવતા નહીં. જેવું કરશે તેવું પામશે. વાવશે તેવું જ લણશે–એ વાત કદી વિસરી જશે નહીં.
૪. જેથી સ્વપરગુણની રક્ષા ને પુષ્ટિ થાય તથા પાપદેષની હાનિ થાય તેવા પવિત્ર લક્ષ–ઉપયોગથી જે જે શુભ કે શુદ્ધ પ્રવૃત્તિ થાય તે ભાવદયારૂપ છે. - પ. પવિત્ર વાણી, વિચાર ને આચારવડે મલિન વિચારાદિકને પ્રથમ હઠાવી કાઢે.
૬. મલિનતાવાળા વિચાર, વચને ચાર કે આચરણથી આપણું અવનતિ થયેલી છે, એમ સમજી તેના દ્વાર બંધ કરશે તો જ આપણે ઉદ્ધાર થશે.
. જે સ્વદયા કરે છે તે પરદયા કરી શકે છે, જે પોતે તરી જાણે છે તે અન્યને તારી શકે છે. કહ્યું છે કે-“સ્વદયા વિણ પરદયા કરવી કવણ પ્રકારે.”
૮. ઉત્તમ જને ગુણસમૃદ્ધિ પામી આંબાની પેઠે નમ્રતા ધારે છે.
૯. જે ગુણ આપણામાં આવ્યું નથી તેનો ખોટો ડોળ કરે તે દંભરૂપ છે, તેથી આપણે પિતાને જ ઠગીએ છીએ. ઉત્તમ જને તે પરમાં રહેલા અપ જેવા ગુણને પણ સૂક્ષ્મ નજરથી મોટા લેખે છે અને તેઓ આત્મલાઘા તે કરતા જ નથી એ જ સજનતાનું લક્ષણ છે. એવી સજજનતા સહુ સાચા સુખના અથજનેએ આદરવી.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૯૦ ]