________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી આપણે જરૂર પવિત્ર ધર્મરત્નને પામવાને પાત્ર બનશું, તે જ આ દુર્લભ માનવભવની સફળતા લેખાશે. આવી ઊંડી ધર્મલાગણી આપણા દિલમાં જાગવી જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૮૯]
પવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે હિતકારક બેધવચને
અંગ વસન મન ભૂમિકા, પપૂજેપગરણ સાર, * ન્યાય દ્રવ્ય વિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.
૧. શરીરશુદ્ધિ, ૨ વસ્ત્રશુદ્ધિ, ૩ ચિત્તશુદ્ધિ, ૪ ધર્મસ્થાનકશુદ્ધિ, ૫ સેવા-ભક્તિનાં સાધનની શુદ્ધિ, ૬ પ્રમાણિક વ્યવસાયથી મેળવેલ વિત્ત અને ૭ અન્યૂનાધિકપણે માગસેવનઆ સાત પ્રકારની શુદ્ધિની સારી રીતે સમજ મેળવી દેવ, ગુરુ અને ધર્મની સેવા કરવી. ૧દગ્ધ શૂન્ય ને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ,
ચાર દોષ છેડી ભજે, ભક્તિભાવ ગુણગેહ, ૨. (૧) સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ ચાલુ ધર્મકરણી કરતી વખતે અન્ય સંબંધી વિચારમાળા ગંથ્યા કરવી તે દગ્ધ દેષ. (૨) શુન્યચિત્ત, લક્ષ–ઉપયોગ રાખ્યા વગર સંમૂછિમની જેમ આ દેખાદેખીથી ક્રિયા કરવી તે શૂન્ય દોષ.(૩) ઊલટસુલટ, ન્યૂનાધિક, વહેલા-મોડા ઉચિત આદર વગર જેમ તેમ ક્રિયા કરવી તે અવિધિ દોષ અને (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ સમજ્યા વગર સ્વશક્તિ ઉપરાંતની કરણ માટે મથવું તે અતિપ્રવૃત્તિ દેષ-આ ચારે ક્રિયા સંબંધી દે સારી રીતે સમજી સુખના અથી જનેએ જરૂર તજવા.