________________
[૧૪]
શી કપૂરવિજયજી ગુણ પોતાનામાં અણુછતા તેને મિથ્યાડંબર કરવાથી તેમજ નવા ગુણથી ફૂલાઈ જઈ તેને મદ–અહંકાર કરવાથી તેમજ બીજાના છતા ગુણ છુપાવવા અને પિતાના અવગુણ ઢાંકવા વ્યર્થ પ્રયત્ન કરવાથી તેમ કરનાર ગમે તેટલી કષ્ટ કરશું કરે તે પણ તે નકામી-નિષ્ફળ થાય છે. વળી પિતે વિશિષ્ટ તપસ્યા કરી શકતે ન હોય, પરંતુ જે તે દઢ ગુણાનુરાગી હોય તો તેને વહેલે પાર આવી શકે છે. - સાર એ છે કે દરેક ધર્માથી જીવે સગુણાનુરાગી તો અવશ્ય થવું ઘટે. દઢ સદગુણાનુરાગવડે અપૂર્વ ગુણે પ્રગટ થાય છે અને પ્રગટ થયેલા ગુણે પુષ્ટ થાય છે. ગુણાનુરાગ દષ્ટિથી ગુણ જ દેખાય છે અને દેષઠષ્ટિથી દેષ જ દેખાય છે. જેમને ગુણને જ ખપ હોય તેમણે ષષ્ટિને સર્વથા ત્યાગ જ કરવો જોઈએ. મધ્યસ્થ દષ્ટિવાળા સજ્જને એક જ ઉત્તમ સાધ્ય રાખી, ગમે તે ઉપાયે સહેજે સ્વહિત સાધી શકે.
જુદે જુદે માગે વહન કરનારી નદીઓ છેવટે સમુદ્રને જ મળે છે તેમ સમદષ્ટિ સજજને પણ છેવટે મોક્ષસુખ મેળવે છે. તે મોક્ષસુખ મેળવવાના શાસ્ત્રકારે અસંખ્ય ગ-સાધનઉપાય કહ્યા છે. તેમાંથી જે માર્ગ જેનાથી આદરી શકાય તે બીજા કોઈની નિંદા કર્યા વગર સરલ સ્વભાવે આદરવાથી અને બીજાના ગુણની અનુમોદના પ્રશંસા કરવાથી અવશ્ય મોક્ષદાયક છે.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૮૪ ]