________________
લેખ સંગ્રહ : ૭ :
[૧૩] પર્વાધિરાજની આરાધના શી રીતે થઈ શકે ?
શ્રી તીર્થકર મહારાજની આજ્ઞાને સહેતુક સારી રીતે સમજી, તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી યથાશક્તિ તેનું પાલન કરવા પ્રમાદ રહિત પ્રયત્ન કરવાથી જ તીર્થકર દેવે સહુને પિતાપિતાના અધિકાર મુજબ-ગ્યતા અનુસારે ધર્મસાધન કરવા ફરમાન કરેલ છે. એકાન્ત વિધિ નિષેધ કહેલા નથી, પણ જે કંઈ સમય પરત્વે વિધિ યા નિષેધ કરવાનું પ્રાપ્ત થાય ત્યારે તે લગારે દંભ–બાહ્યાડંબર કર્યા વગર સરલ સ્વભાવે જ કરવાં જોઈએ.
સહુની શક્તિ કે સ્થિતિ એક સરખી હોઈ ન શકે, તેથી સહુ કેઈ એક સરખી રીતે વિધાન કરે એવી આશા રાખી ન જ શકાય, પરંતુ તે જે કંઈ સમયાનુકૂળ કરી શકે તે તદ્દન સરલતાથી–લગાર પણ માયા-કપટ સેવ્યા વગર કરે એવી આશા તો સહુ કેઈ સજજનો તરફથી સુખેથી રાખી શકાય. કલ્યાણ પણ એવા સરલ સ્વભાવનું જ થઈ શકે.
એક સાધુ આકરી તપશ્ચર્યા કરતું હતું છતાં બીજા શિથિલ સાધુની નિંદા બદબાઈ કરતો હતો ત્યારે તે શિથિલ આચારી સાધુ તે દઢ ગુણાનુરાગથી આકરી તપસ્યા કરનાર સાધુના કેવળ ગુણગાન જ સરલ સ્વભાવે કરતા હતા. આકરી તપસ્યા કરનાર મદ–અહંકારવડે બીજાની નિંદા કરીને સઘળું ફળ હારી ગયે ત્યારે બીજે શિથિલાચારી છતાં સરલ સ્વભાવી અને કેવળ ગુણાનુરાગી હેવાથી સહજમાં તરી ગયે.
આ ઉપરથી સજજને ધારે તે બહુ સુંદર બોધ મેળવી શકે, જે ગુણ પોતાનામાં હજુ પ્રગટ થયેલ ન હોય, તેને