________________
[૧૦]
શ્રી કપૂરવિજયજી રાગ-દ્વેષ કષાયાદિક દેષમાત્રથી મુક્ત કરી સ્ફટિક રત્ન જેવો નિર્મળ–નિષ્કષાય બનાવવા (આત્મા) પોતે જ સમર્થ થાય એવા અતિ ઉત્તમ હેતુઓને સમજી, દઢ પ્રતીતિ કરીને આ પવિત્ર ક્રિયાને કેવળ આત્માથી પણે જ આદર કર ઘટે છે. પ્રતિક્રમણ સૂત્રમાં થયેલા દોષોની (ગુરુ સમક્ષ) આલોચના કરવાનાં એવાં અનેક પ્રસંગે આવે છે. સાધુ-સાધ્વીઓને તેમજ શ્રાવક-શ્રાવિકાઓને તે બધા પ્રસંગે આત્માથી પણ સમજી લેવાની અને દઢ શ્રદ્ધા સહિત તેમાં ઉપગ રાખી, તેને લાભ લેવાની બહુ જરૂર છે. ઉપગશૂન્યપણે થતી અથવા બીજાની દેખાદેખીથી સમજ વગર થતી કરણી લગભગ કણરૂપ લેખાય છે અને હેતુ સહ ઉપગ રાખી કરાતી કરણી બહુ ઉત્તમ ફળ સમાપી શકે છે. જાગૃત ઉપગવાળા આત્માથી જનો પ્રાય: દોષિત થતા જ નથી, અને કદાચ કમેગે દેવિત થયા હોય તે તેઓ વિલંબ વગર સ્વદેષ ગુર્નાદિક પાસે નિ:શલ્યપણે પ્રકાશીને નિર્દોષ બની શકે છે. સરલ સ્વભાવીની જ સિદ્ધિ થાય છે. માયાવી અને મરી પડે તે પણ તેમની સિદ્ધિ થઈ શક્તી નથી. તે ઉપર લક્ષ્મણે અને રૂપી સાધ્વીનાં દષ્ટાન્ત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ફલિતાર્થ એટલો છે કે દેષ રહિત થવા માટે વિલંબ રહિત માન મૂકી સદગુરુ સમક્ષ વિનય–બહુમાનપૂર્વક શંકાદિક કોઈ પણ પ્રકારના શલ્ય રાખ્યા વગર શાના ચિત્તથી પિતાને લાગેલાં પાપ પ્રકાશવા અને ગીતાર્થ—ભવભીરુ ગુરુમહારાજ દેષશુદ્ધિ નિમિત્તે જે કંઈ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે તે “તહત્તિ” કહી, અંગીકાર કરીને પ્રમાદ રહિત તે મુજબ વર્તન કરવું એટલું જ નહિ પણ તેવા દેષથી અળગા રહેવા, ફરી તેવા દેશે નહીં સેવવા પૂરતી