________________
લેખ સંગ્રહ : ૭
[ ૯ ] પ્રતિષ્ઠા કે એવા બીજાં પૌગલિક સુખના લેભની બુદ્ધિથી કરાતી વિષક્રિયા, પરલમાં પૌગલિક સુખ મેળવવાની બુદ્ધિથી કરાતી ગરલ ક્રિયા અને ગતાનુગતિકપણે ( કશી પણ સમજ વગર ફક્ત દેખાદેખીથી) કરાતી સંમૂછિમ ક્રિયા તો ખાસ કરીને તજવી અને ઉપર જણાવ્યા મુજબ તે તે ધર્મક્રિયાના હેતુ સમજી કરવા ગ્ય તહેતુ ને અમૃતયિા આદરવી ઘટે છે. આટલી વાત પ્રસંગોપાત કહી તે આત્માથી બંધુઓ અને બહેનેએ અવશ્ય લક્ષમાં રાખવા એગ્ય છે.
હવે જે સર્વદા પ્રભુએ પ્રકાલી ખમતખામણાની ક્રિયા આત્માથીંપણે અક્ષય સુખના અથી ભવ્ય આત્માઓ આદરવા ધારે તે તેમણે તે પવિત્ર ક્રિયાના અંતરંગ હેતુઓ જાણી, સદ્દહીને તેને યથાર્થ અમલ કરવો જોઈએ. અનેક ઔપાધિક સંબંધોને લીધે પ્રગટ થતાં રાગદ્વેષ અને કષાયવાળા મલિન પરિણામેવડે પ્રત્યક્ષ કે પરોક્ષપણે (જાણતાં કે અજાણતાં) મન, વચન કે કાયાથી કઈક જીવો સાથે વૈમનસ્ય (વૈર-વિરોધ) થવા પામે છે, તેથી કુસંપ કે કલેશ વધતાં આd રૌદ્ર ધ્યાનવડે મનુષ્યભવ હારીને જીવ અધોગતિમાં ઊતરી પડે છે અને વડનાં બીજની પરંપરાની જેમ ભવાન્તરમાં પુનઃ પુનઃ પૂર્વે વાવેલાં વેર-વિરોધનાં બીજેથી અતિ વિષમ ફળોને અનુભવે છે. તેવા વિષમ પ્રસંગે ન આવે, આવતાં અટકે, ભવસંતતિ ન વધે, વધતી અટકે, પોતે બીજા જીવોની અધોગતિનું કારણ ન બને, બનતે અટકે, એટલું જ નહિ પણ એથી સુલટાં સંગે મળે, અધ્યવસાય સુધરે, ભવસંતતિ-જન્મમરણ ભવભ્રમણ ઘટે અને અન્ય જીવોને પણ ઉન્નતિના માર્ગમાં મદદગાર નીવડે. છેવટે પોતાના આત્માને