________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫૧ ] બાંધવા લક્ષ રાખવું, પ. પોતાના સાધર્મિક–સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ માગવે. ઉક્ત ભાવનાઓથી આ મહાવ્રતનું યથાર્થ પાલન-આરાધના થાય છે.
૪. ચોથું મહાત-હું મૈથુન સર્વથા તજું છું એટલે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયક્રીડા મન-વચનકાયાએ કરું, કરાવું કે અનુદું નહીં.
ભાવના–૧ વારંવાર સ્ત્રીકથા કર્યા કરવી નહીં, ૨ સ્ત્રીનાં અંગોપાંગ નિરખીને જોવા નહીં, ૩ પૂર્વે કરેલી કામક્રીડા યાદ કરવી નહીં, ૪ સ્નિગ્ધ રસકસવાળું અને પ્રમાણુરહિત ભજન કરવું નહીં, પ નિર્દોષ સ્થાન–આસન સ્ત્રી પશુ પંડક રહિત હોય તેવાં સેવવાં અને તેવી વસ્તીમાં રહેવું. અન્યથા. વિક્રિયા (વિકાર) થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
૫. પાંચમું મહાવ્રત–હું સર્વથા નવવિધ પરિગ્રહ તજી છું. હું કોઈપણ પ્રકારને પરિગ્રહ રાખીશ નહીં, રખાવીશ નહીં અને રાખનારને સારા જાણીશ નહીં. ત્રીજા મહાવ્રતની માફક યાવત્ તેવા દુષ્ટ સ્વભાવને વસરાવું છું.
ભાવના–ભલા કે ભૂંડા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામી, તેમાં આસક્ત, રક્ત કે વૃદ્ધ, મોહિત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહીં, રાગ-દ્વેષ કરે નહીં. એવી રીતે સાવધાનપણે સાધુ યોગ્ય આચારમાં પ્રવર્તતાં ઉક્ત મહાવ્રતનું યથાવિધિ આરાધના થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૪૪ ,