SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૬ : [૭] ષકારકની ચોગ્યતાને જે મહાત્મા પિતાના આત્માને વિષે ધારણ કરે છે તેને અવિવેકરૂપ જવરની જડતાની વિષમતા શું હોય? અર્થાતુ ન હોય. ૭. જે આત્માને વિષે જ આત્માના છ કારકના અર્થને અનુગમ-સંબન્ધ કરે છે તેને જડ–પુદ્ગલના પ્રસંગથી અવિવેકરૂપ વરનું વિષમપણું કયાંથી હોય ? જલમજનથી–જલસ્નાનથી વરવાળા અવિવેકીને વિષમ જવર હોય છે. संयमास्त्रं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः । धृतिधारोल्वणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् ॥ ८ ॥ સંયમરૂપ શસ્ત્રને વિવેકરૂપ શરાણે ચઢાવી અને ધૈર્યતારૂપ તીક્ષણ ધારથી તીવ્ર બનાવ્યું હોય તે કર્મરૂપ શત્રુને ઉચ્છેદ કરવાને સમર્થ થાય છે. ૮. | વિવેકરૂપ સરાણે કરીને ઉત્કૃષ્ટ તેજ-તીર્ણ કરેલું, અને ધૃતિ–સંતોષરૂપ ધારવડે ઉત્કટ એવું સંયમાસ્ત્ર મુનિના કર્મરૂપ શત્રુનું છેદન કરવામાં સમર્થ થાય છે. - - १६ माध्यस्थाष्टक. स्थीयतामनुपालम्भ, मध्यस्थेनान्तरात्मना । कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ॥ १ ॥ મધ્યસ્થ પુરુષો અન્તરાત્માવડે શુદ્ધ આશયમાં સ્થિત હોય છે તેથી બાળકોને ઉચિત્ત એવા કુતર્કરૂપ કાંકરાનું ફેંકવું–તદ્રુપ ચપળતા તેઓને ઘટિત નથી. ૧.
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy