________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી અશુદ્ધ ભાવને ગ્રહણ કરનાર વિવેકરૂપ પર્વતના શિખર ઉપરથી નીચે પડે છે, પરંતુ શુદ્ધ ભાવને ગ્રહણ કરનારને અવિવેક કાંઈ પણ વિપરીત કરવા સમર્થ નથી. ૬. - પરમ ભાવને નહિ ઈચ્છતો એટલે પરમભાવગ્રાહક નયસંમત શુદ્ધચૈતન્યભાવને ટાળી બીજા સાત્વિક, રાજસ અને તામસ ભાવને ઈચ્છતો પ્રાણ વિવેકરૂપ પર્વતના અપ્રમત્તભાવરૂપ શિખર ઉપરથી નીચે પડે છે. સર્વવિશુદ્ધ આત્મભાવનું અન્વેષણ કરતે આત્મા અવિવેકમાં નિમગ્ન થતો નથી. એથી જ સાધુ અપૂર્વકરણે અનન્ત દ્ધિ પામે, પણ ત્યાં આસક્તિ ધારણ ન કરે. " सातद्धिरसेष्वगुरुः प्राप्यद्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः संगम् ॥ या सर्वसुरवरद्धिविस्मयनीया न (च) जात्वनगारद्धिः(झैः) नार्घति सहस्रभागं कोटिशतसहस्रगुणिताऽपि ॥"
અન્ય પ્રાણીઓને દુર્લભ એવી ફદ્ધિ-લબ્ધિની વિભૂતિને પામીને સાતગૌરવ, ગડદ્ધિગૌરવ અને રસગૌરવ રહિત મુનિ પ્રશમરતિના સુખમાં મગ્ન થાય છે, પરંતુ તે દ્ધિના સુખમાં આસક્તિ રાખતા નથી.
જે વિસ્મય પમાડે તેવી સર્વ દેવની કૃદ્ધિ છે તેને લાખવાર કેટીગુણુ કરીએ તે પણ કદી સાધુની આત્મિક સંપત્તિના હજારમા ભાગે ઘટતી નથી.”
आत्मन्येवात्मनः कुर्यात् , यः षट्कारकसंगतिम् । काविवेकज्वरस्यास्य, वैषम्यं जडमञ्जनात् ॥ ७॥ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને આધાર એ