________________
મારી બાલ્યાવસ્થામાં મહારાજશ્રીના પરમ કૃપાળુ ગુરુ શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજના દર્શનને મને કેટલીક વાર લાભ મળ્યો હતો. તેઓશ્રીની મુખમુદ્રા એક પરમ શાંત યોગીશ્વરના જેવી ભવ્ય અને આકર્ષક હતી. બાળ કે વૃદ્ધ, વધારે ભણેલ કે ઓછું ભણેલ, ગરીબ કે શ્રીમાન પ્રત્યે તેઓશ્રીની દૃષ્ટિ અમૃત સમાન હતી. તેવા ગુરુમહારાજના શિષ્ય-ચરણેપાસક થવાની ઉત્તમ તક શ્રી કપૂરવિજયજી મહારાજને મળી હતી. તેમને સંસારત્યાગ દુઃખત્રાસિત ન હતો, પણ જ્ઞાન અને વૈરાગ્યવાસિત હતો. મેટ્રિક જેવી તે વખતે ગણવામાં આવતી મોટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી વ્યવહારમાં વધવાને તેમને દરેક અવકાશ હતો; છતાં પૂર્વભવનાં સંસ્કારને લીધે તેઓશ્રીને સંસાર ઉપરથી ભાવ ઊઠી ગયો અને પરિણામે દીક્ષા લઈ તેમણે સાધુધર્મ સ્વીકાર્યો. સાધુધર્મ રવીકાર્યા પછી શ્રી અરિહંત ભગવાને બતાવેલ સાધુધર્મ યથાર્થ સમજવાને, જીવનમાં ઉતારવાનો અને આદર્શ સાધુજીવન ગાળવાને તેઓશ્રીને અવિરત પ્રયાસ હતો, જે પ્રયાસ ઘણે અંશે સફળ થયે હતો. તેઓશ્રીના પરિચયમાં આવતા જેનો અને જેનેતો તેમના સાધુજીવનની પ્રશંસા કરતા હતા. તેઓશ્રી લાંબો વખત પાલીતાણામાં રહ્યા હતા. શ્રી શત્રુંજય તીર્થ ઉપર તેમને અનન્ય ભાવ હતો. જ્યાં સુધી તેમના શરીરે કામ આપ્યું ત્યાં સુધી તેઓ દરરોજ યાત્રા માટે ઉપર ચડતા, ટાઢ અને તડકાની તેમણે કઈ વાર પરવા કરી ન હતી. તેઓશ્રીના પાલીતાણુના નિવાસ દરમિયાન દૂર દૂર બંગાળ વગેરેના શ્રીમાન બાબુલોકો પાલીતાણે યાત્રાપ્રસંગે આવતાં ત્યારે તેઓશ્રીના દર્શનનો લાભ લેવાનું ચુકતા નહિ. શત્રુંજયની યાત્રાના લાભ સાથે તેઓશ્રીના દર્શનનો લાભ પણ એક જંગમ તીર્થયાત્રાના લાભ તરીકે તેઓ માનતા. બાબુલોકના પ્રસંગમાં આવતાં આ હકીક્ત મારા જોવામાં આવેલ છે. અત્યારે કેટલાક મહારાજ સાધુમહારાજને પદવીઓ મેળવવાને મેહ લાગેલે જણાય છે. કપૂરવિજયજી એમ માનતા કે પદવી એક ઉપાધિરૂપ છે. ભાવનગરના શ્રી સંઘે એક વખત તેમને પદવી આપવાને વિચાર કરેલો, તેમણે ચોખ્ખી ના પાડેલી.