________________
સ મા
લો ચ ના.
સદગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ તરફથી પ્રસિદ્ધ થતા લેખસંગ્રહ ભાગ છઠ્ઠાની ટૂંકી સમાલોચના અહીં આપવામાં આવે છે. સદરહુ સમાલોચનામાં બે વિષય ઉપર સંક્ષિપ્તમાં લખવામાં આવેલ છે.
૧. મહારાજશ્રીને અંગે ટૂંકું વક્તવ્ય.
૨. આ લેખસંગ્રહમાં શ્રી. યશોવિજયજી ઉપાધ્યાયે રચેલ જ્ઞાનસારને સમાવેશ થાય છે. તે જ્ઞાનસારના મૂળ અષ્ટકો ઉપર ઉપાધ્યાયજીના હાથને લખેલ ગુજરાતી ભાવાર્થ, કર્પરવિજયજી મહારાજે કરેલ શબ્દાર્થ અને લંબાણથી કરેલ અમુક અબ્દકે ઉપરનું વિવેચન આ ભાગમાં આવે છે, એટલે મૂળ અષ્ટક અને તેના ઉપરના વિવેચનને અંગે સંક્ષિસમાં મારા વિચારે બતાવવા માગું છું.'
મહારાજશ્રી કપૂરવિજયજીનાં જીવનને અંગે ટૂંકું વક્તવ્ય –
મહારાજશ્રીની જીવનરેખા અને જીવનયાત્રાના સંબંધમાં આ લેખસંગ્રહના પ્રથમના જુદા જુદા ભાગમાં વિદ્વાનોના હાથથી લખાએલ લેખે આપવામાં આવેલ છે એટલે તે વિષયમાં પુનરાવૃત્તિ કરવી જરૂરની નથી. મહારાજશ્રીના અંગત પરિચયમાં આવવાથી તેઓશ્રીના જીવન વિષે જે ઊંડી છાપ મારા મન ઉપર પડેલ છે તે બતાવવા પૂરત આ પ્રયાસ છે.