________________
લેખ સંગ્રહ : ૬ :
[૫૭]
છે.
स्वभावलाभात् किमपि, प्राप्तव्य नावशिष्यते ।। રૂલ્યાઐશ્વર્યસંપન્નો, નિઃસ્પૃહો નાતે મુનિ ? |
જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક લક્ષણસ્વરૂપ આત્મપ્રાપ્તિ ઉપરાંત બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, તેથી જ આત્માનું ખરું એશ્વર્ય પામેલ સાધુ નિઃસ્પૃહ બને છે. ૧.
આત્માના સ્વભાવની પ્રાપ્તિથી બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. એ પ્રકારે આત્માના એશ્વર્ય–પ્રભુત્તાને પ્રાપ્ત થએલ મુનિ નિ:સ્પૃહ-સ્પૃહા રહિત થાય છે.
संयोजितकरैः के के, प्रार्थ्यन्ते न स्पृहावहैः। अमात्रज्ञानपात्रस्य, निःस्पृहस्य तृणं जगत् ॥ २॥ પરસ્પૃહા (આશા-ઈચ્છા) કરનારા, પરાધીન વૃત્તિવાળા સહુ કે હાથ જોડી જોડીને અનેકની પાસે કરગરતા (પ્રાર્થના કરતા) દીસે છે; અખૂટ આત્મજ્ઞાનના ધણી એવા નિ:સ્પૃહી સાધુજનોને જ કેઈની પરવા હોતી નથી. ૨.
જેણે હાથ જોડેલા છે એવા પૃહાવાળા પુરુષ કોની કોની પાસે પ્રાર્થના કરતા નથી-માગતા નથી? અર્થાત્ બધા દાતા પુરુષની પાસે માગે છે. અપરિમિત જ્ઞાનના પાત્ર એવા નિઃસ્પૃહ મુનિને તો સર્વ જગત્ તૃણતુલ્ય છે.
छिन्दन्ति ज्ञानदात्रेण, स्पृहाविषलतां बुधाः । मुखशोषं च मूछौँ च, दैन्यं यच्छति यत्फलम् ॥३॥