________________
[ ૫૦૦ ]
શ્રી અરવિજયજી - સ્થાન વિગેરે પાંચ પ્રકારના વેગોને અંગે પ્રત્યેકના પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ એવા ચાર વિભાગ પાડવામાં આવ્યા છે તે પણ અતિશય મનન કરીને સમજવા ગ્ય છે. એ ચાર વિભાગે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના બનાવેલા ષડશક ગ્રંથાનુસાર છે. સ્ત્રીનું પિષણ જેમ રાગથી કરવામાં આવે છે તેવી રીતે પ્રીતિથી–રાગપૂર્વક અનુષ્ઠાન કરવાં તે પ્રીતિઅનુકાન નામના પ્રથમ વિભાગમાં આવે છે. અહીં પ્રશસ્ત રાગ થાય છે, તે જો કે ત્યાજ્ય છે પણ સાંસારિક રાગની અપે. ક્ષાએ સુંદર છે અને પ્રગતિ માર્ગમાં રાગને સર્વથા ત્યાગ થવા પહેલાં સુંદર અનુષ્ઠાન તરફ પ્રીતિ થવાની જરૂર છે. માતાનું ભરણપોષણ ભક્તિથી થાય છે તેવી રીતે ભક્તિપૂર્વક અનુષ્ઠાન કરવાં તે બીજે ભક્તિ અનુષ્ઠાન વિભાગ છે. અહીં પણ રાગ છે પરંતુ તે પ્રશસ્ત છે અને તેમાં મહત્તાને અંશ રહેલો છે. શાસ્ત્ર અથવા શિષ્ટ પુરુષોની આજ્ઞા પ્રમાણે અનુષ્ઠાન કરવાં તે વચન અનુષ્ઠાન. અહીં શિષ્ટની પ્રથમ શોધ કરવી પડે છે અને એક વખત શિષ્ટત્વની પ્રતીતિ થયા પછી તેઓનું પ્રામાણ્ય સ્વીકારવું જોઈએ. આયુષ્યની અલ્પતા અને માનસિક બળની એાછાશને લીધે શિષ્ટ જને શું કહે છે તે વિચાર કરી સમજવાનો યત્ન કર એ જ કર્તવ્ય છે. સ્વાભાવિક રીતે શિષ્ટ વચનાનુસાર વર્તન થઈ જાય તે અસંગ અનુષ્ઠાન. અતિ ઉત્કૃષ્ટ વર્તનદશા આ અસંગ અનુષ્ઠાનમાં થાય છે. ત્યાં પ્રાણુનું વર્તન જ એવું સુંદર સ્વાભાવિક રીતે થઈ જાય છે કે અસુંદરતા તેમાં થતી જ નથી. જેમ હાલ વિભાવ એ સ્વભાવ જેવો થઈ ગયો છે તેમ અસંગમાં સ્વભાવ સાધારણ થઈ પડે છે. અહીં નિરોધ સંસ્કારની વૃદ્ધિ થાય છે અને