________________
[૪૯૮]
શ્રી કપૂરવિજયજી સ્થાન અને વર્ણવેગને કર્મયુગમાં ગણવામાં આવ્યા અને અર્થ, અવલંબન અને એકાગ્રતાને જ્ઞાનયેગમાં ગણવામાં આવ્યા પછી એક બહુ અગત્યની વાત બતાવી તે પર ધ્યાન ખેંચવા યોગ્ય છે. આ પેગો વિરતિભાવ ધારણ કરનારને એટલે ત્યાગભાવ આદરનાર-ગ્રંથિભેદ કરનાર ઉચ્ચ દષ્ટિવાના પ્રાણીને અવશ્ય પ્રાપ્ત થયેલા હોય છે. તેમાં જે કે તરતમતા હોય છે, પરંતુ તેને સભાવ તે જરૂર હોય છે. એગપ્રાપ્તિની શરૂઆત પ્રાણી
જ્યારે આસન્નસિદ્ધ દશામાં આવે છે ત્યારે થાય છે, તે પહેલાં તેને તેની પ્રાપ્તિ થતી નથી. અંતિમ પુદ્ગલપરાવર્ત માં જ્યારે પ્રાણ આવે છે ત્યારે તેની પ્રગતિ બહુ વેગપૂર્વક આગળ વધે છે અને તેમાં તેને ગપ્રાપ્તિ થતી જાય છે. જ્યારે સમ્ય બંધ થવા સાથે ગ્રંથિને ભેદ થાય ત્યારે ઉન્નતિક્રમમાં તે બહુ આગળ પડતે ભાગ ભજવે છે. આ ગ્રંથિભેદ પૂર્વે બીજમાત્ર હોય છે અને સભ્યત્વની પ્રાપ્તિ થયા પછી તે વિશેષ વ્યક્ત રીતે જણાઈ આવે છે. જેમ જેમ ગુણશ્રેણિ વધતી જાય છે તેમ તેમ ભેગમાં પ્રગતિ થતી જાય છે.
અહીં કૃપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમને ઉત્પન્ન કરનાર ગ છે એમ કહ્યું. તે ચારે ગુણે બહુ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. સમ્યક્ત્વના પાંચ લિંગ બતાવ્યાં છે એટલે અમુક પ્રાણીમાં સમ્યક્ત્વ છે કે નહિ તેનાં નિર્ણયસૂચક પાંચ ચિહ્નો બતાવ્યાં છે તે પૈકી આ ચારે લિંગ છે અને પાંચમા આસ્તિષ્પ નામના લિંગને ઉપલક્ષણથી સાથે સમજી લેવું એ પણ સૂચન છે.
યેગના આઠ અંગમાં પ્રથમ અંગ યમ નામનું છે. એના ગાચાર્યો ચાર વિભાગે બતાવે છે. તે આ પ્રમાણે-ઈચ્છા,