________________
લેખ સંગ્રહ : ૬ :
[૬૩] જ લેખે છે–તેને રાજમહેલમાં વન કરતાં કાંઈ વિશેષપણું લાગતું જ નથી. મહેલમાં તે થોડા ઘણા હાથી હોય છે અને વનમાં તો સંખ્યાબંધ હોય છે એટલે વન અને મહેલમાં તેને ફેર જ જણાતો નથી. ૬.
બાહ્યદષ્ટિ જીવ ત્યાગી, બાવા, સંન્યાસી, જેગી, જતિ કે સાધુ મુનિરાજમાં ઉપરને વેષ અથવા ભસ્મ ચેળવી કે કેશને લોચ કર ઈત્યાદિ બાહ્ય ક્રિયાઓ જોઈને તેને ત્યાગી વેરાગી માની બેસે છે પણ તત્ત્વદષ્ટિ જીવો તેમ માનતા નથી. તે તો તેનું અંતઃકરણ જુએ છે. તેમાં ત્યાગવૃત્તિને ભાસ થાય, સંસાર પર ઉદાસીનતા છે એમ જણાય, વિષયકષાયની મંદતા લાગે તો જ તેને ત્યાગી વેરાગી માને છે. તેની ખરી કસોટી કરી જુએ છે. કસોટી કરવાની તેનામાં શક્તિ હોય છે તેથી તે પરીક્ષા કરી શકે છે. બાહ્યદષ્ટિ જ મુગ્ધ હોય છે તેથી તે પરીક્ષા કરી શકતા નથી અને ઉપરના દેખાવથી મૂંઝાય છે. ૭.
તવષ્ટિ જીવો જગતને ઉપકાર કરવા માટે જ જમ્યા હોય એમ જણાય છે. તેઓ જિંદગી પર્વત પરોપકાર જ કરે છે અને તે પરોપકાર પણ સાંસારિક લાભ આપે તેવો કરતા નથી, પરંતુ આત્મિક લાભ આપે તે પરમ શ્રેષ્ઠ ઉપકાર કરે છે અને તે પરોપકારવડે જ પકાર કરીને પોતાના આત્માને પણ આ દુ:ખરૂપ સંસારમાંથી ઉદ્ધાર કરે છે. ધન્ય છે એવા ઉપકારી તત્વદષ્ટિ મહાત્માઓને ! તેમના જન્મવડે જ આ વસુંધરા બહુરત્ના કહેવાય છે. ૮.
કુંવરજી [જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૩૮] –ERG–