________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૬૧ ] બાહ્યદષ્ટિરૂપ ભ્રમની વાડીમાં પુગળાનંદી જીવો જ આરામ લે છે. તત્વદષ્ટિ જીવ તો તેનાથી દૂર નાસે છે. તેની છાયા પણ તેને ગમતી નથી. તેની છાયામાં રહેવાથી જીવને અસર થયા સિવાય રહેતી નથી, કારણ કે આ જીવ અનાદિકાળથી પૌગલિક સુખને રસીયે છે એટલે તેને વધારે પરિચય થતાં પૂર્વને ભાવ ખુરે છે, જેથી તેમાં આસક્ત થઈ જવાય છે. તત્વદષ્ટિ જીવ તેનાથી દૂર જ રહે છે. ૨
બાહાદષ્ટિ જીવને જે જે વસ્તુ જોતાં મેહ થાય છે, પ્રેમ ઉપજે છે અને જેના સદુભાવથી આનંદિત થાય છે તે તે વસ્તુ જોતાં તત્વદષ્ટિ જીવને વૈરાગ્ય આવે છે, અભાવ ઉપજે છે અને તેના લાભને તે ઈચ્છતા નથી; એટલું જ નહીં પણ પ્રાપ્ત થયેલ હોય તે પણ તજી દે છે. તત્ત્વદૃષ્ટિ પ્રાપ્ત થયા પછી ચક્રવતીની અદ્ધિ તજી દેવી તે તેના મનમાં કોઈ મુશ્કેલ લાગતી નથી, સહજમાં તેને તજી દે છે. કારણવશાત્ કદી તે છોડતાં વિલંબ કરે છે ત્યારે પણ તે સાકરની માખીની જેમ તેમાં ચાંચ્યા સિવાય–આસક્ત થયા સિવાય તેને સ્વાદ લે છે. તેટલા માટે જ સંસારમાં દુઃખી છતાં આસક્ત જીવને લીટની માખીની ઉપમા આપી છે અને સુખી હેવાથી તેમાં લીન થઈ જનારને મધને સ્વાદ લેતાં તેમાં એંટી જનારી માખીની ઉપમા આપી છે. તત્ત્વષ્ટિ જીવે જ સુખી છતાં તેમાં આસક્ત ન હોવાથી સાકર પર બેઠેલી માખીની ઉપમાને યોગ્ય છે. ૩.
બાહ્યદષ્ટિ જીવો સ્ત્રીના રૂપલાવણ્યમાં મેહ પામી તેને સુધારસથી ભરેલી માને છે અને તેના અંગે પાંગને ચંદ્રની, સુવર્ણકળશની, ગજગતિની, મૃગના નેત્રની ઈત્યાદિ અનેક