________________
[૪૫૨]
શ્રી કપૂરવિજયજી શશી સૂરજ બડે કહાવે, તે રાહુકે વશ આવે; તારાગણ લઘુતા ધારી, સ્વરભાનુ ભીતિ નિવારી. લઘુત્ર ૨ છાટી અતિ જયસુગંધી, લહે ખટરસ સ્વાદ સુગંધી; કરટી મેટાઈ ધારે, તે છાર શીશ નિજ ડારે. લઘુત્ર ૩ જબ બાળચંદ્ર હેઈ આવે, તબ સહુ જગ દેખણ જાવે; પુનમ દિન બડા કહાવે, તબ ખીણ કળા હોઇ જાવે. લઘુત્ર ૪ ગુસવાઈ મનમેં વેદ, નૃપ શ્રવણ નાસિકા છે; અંગમાંહે લઘુ કહાવે, તે કારણ ચરણ પૂજાવે. લઘુત્ર પ શિશુ રાજધામમેં જાવે, સખી હિલમિલ ગેપ ખિલાવે, હેય બડા જાણ નવિ પાવે, જાવે તે શીશ કટાવે. લઘુ ૬ અંતર મદભાવ વહાવે, તબ ત્રિભુવન નાથે કહાવે; ઈમ ચિદાનંદ એ ગાવે, રહેણું વિરલા કેઉ પાવે. લઘુત્ર ૭
વિવેચન—નિર્ભયાષ્ટકમાં જણાવ્યું કે જેના ચિત્તમાં નિય ચારિત્ર વ્યાપી રહ્યું છે તેવા અખંડ જ્ઞાન-સામ્રાજ્યના ભક્તા સાધુપુરુષને કોઈને ભય રાખવાનું કશું પણ પ્રોજન જ નથી, તે પછી સ્વાત્મશ્લાઘા અને પરનિંદાના કારમા પ્રપંચમાં ઉતરવાની જરૂર જ શી? શુદ્ધ ચારિત્રવંત સાધુજને એવા નકામાં પ્રપંચમાં ઉતરવાની કશી જરૂર જોતા જ નથી. આત્મલાઘા અને પરનિંદા (પારકી ટીકા) કરવાનું કામ આત્મનિષ્ઠ જ્ઞાની સાધુજનનું નથી જ. એ કામ અજ્ઞાની પુદ્ગલાનંદી યા ભવાભિનંદી ભ્રમિત જીનું જ હોઈ શકે. આપબડાઈ અને પરાઈ બદાઈ કરવાથી
૧ રાહુ, ૨ કીડી. ૩ હાથી. ૪ બીજનો ચંદ્રમા. ૫ ખેાળામાં. ૬ અંતરમાંથી.