________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૧] કાળથી હાવ ઘટે છે. વળી તે સંબંધ કદાપિ ન વિઘટે એવો સમવાય સંબંધ નથી પરંતુ તેને અવશ્ય સ્થિતિ પાકાદિક કારણ મળતાં વિગ થાય જ એવો તે સંગસંબંધ જ કહેવાય છે.
ઉક્ત કર્મનું સ્વરૂપ અતિ ગહન છે. તેને યથાર્થ સમજવું અતિ કઠીન છે, પરંતુ જેની મતિ તીક્ષણ અને કંઈ શુભ સંસ્કારવાળી હોય તે તેમાં પ્રવેશ કરી તેનું રહસ્ય કેટલેક અંશે મેળવી શકે છે. ઉક્ત કર્મના સ્વરૂપનું જ્હટન કરવા જૈન શાસનમાં અનેક ઉત્તમ ગ્રંથે (કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહાદિક) મેજુદ છે. તે તે ગ્રંથ ઉપર વિસ્તારવાળી વૃત્તિ–ટીકાઓ પણ થયેલી છે, તેમજ કર્મગ્રંથ ઉપર પૂર્વ ઉપગારી મુનિજનેએ બાલાવબોધ પણ રચેલ છે. તેને આશ્રય સમજી જે તેને ક્રમસર અભ્યાસ કરવામાં આવે તો આ બાબત ઉપર સારું અજવાળું પડી શકે એમ છે. ૧ પ્રકૃતિ, ૨ સ્થિતિ, ૩ રસ અને ૪ પ્રદેશના ભેદે કર્મબંધ ચાર પ્રકારને કહ્યો છે. તે માદકના દષ્ટાંતથી સુસ્પષ્ટ રીતે શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યો છે. જેમ મોદક જુદા જુદા સ્વભાવવાળ હોય છે, અમુક મુદત સુધી ટકી શકે છે, તેમાં જેમ રસનું તારતમ્ય અને પ્રદેશપ્રમાણ-દળનું તારતમ્ય હોય છે તેમ કેઈક કર્મમાં આત્માના જ્ઞાનગુણને તે બીજા કર્મમાં આત્માના દર્શનાદિક ગુણને રોકવાને (દબાવવાનો સ્વભાવ હોય છે. તેમની સ્થિતિ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારની હોઈ શકે છે. તેમને રસ એક, બે, ત્રણ, ચાર સ્થાનકી પણ હોઈ શકે છે. અને કર્મવર્ગણાઓ પણ ચૂનાધિક હોઈ શકે છે. આ બંધ તથા ઉદય, ઉદીરણ તેમજ સાદિકને સમજવા ઈચ્છનારે