________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૯૧] ચૂંટી શકતી નથી, તેમ સ્વચ્છ આત્માને પણ પરપુદગલલેપ લાગતું નથી. પુદ્ગલવડે તે પુદગલ જ લેપાય છે. કલ્પિત સુખદુઃખ તેમજ સુખદુઃખનાં સાધન તે દેહાદિક પુદ્દગલને લઈને જ હવા સંભવે છે. કેવળ શુદ્ધ આત્મામાં પરપુદ્ગલ સંગ કઈ રીતે હવે ઘટતો જ નથી. એવી રીતે નિરંતર વિવેકપૂર્વક વિચાર કરનાર તેમ જ તેવા સમવિષમસંગે લેશમાત્ર હર્ષ કે વિષાદ નહિં કરતાં સમભાવે રહેનાર (ગમે તેવા શુભસંગે હર્ષ ઉન્માદ અને વિષમ સંગે ખેદ નહિ ધરનાર) નિર્મળ જ્ઞાની કર્મથી શી રીતે લેપાય? ન જ લેપાય. ત્યારે આવી નિલેપ વૃત્તિને ધારણ કરનાર મહાત્માને વ્યવહારિક ક્રિયા કરવાથી શું લાભ સંભવે ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે. ૩.
નિલેપ દશાને સતેજ કરે એવાં તત્ત્વજ્ઞાનમાં મગ્ન રહેનાર મહાશયની સકળ વ્યવહારિક કરણે તેને પોતાના શુદ્ધ સ્વરૂપમાં
ખલના કરવા ઉદ્દભવતા વિભાવ ઉપગને વારવા તેમ જ તેવા મન, વચન, કાયાને ઉચિત નિગ્રહ કરવા ઉપયોગી થાય છે. એટલે આત્મજ્ઞાની–અંતર લક્ષવાળા જ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે સર્વ સમજપૂર્વક પોતાને કઈ રીતે લાભકારી જાણને જ કરે છે. તત્ત્વજ્ઞાની કદાપિ વ્યવહારમર્યાદાને લેપ કરતા નથી પરંતુ વ્યવહારમર્યાદાનું પાલન જ કરે છે તે પણ ઉપર જણાવ્યા મુજબ સ્વહિત સમજીને જ કરે છે. વિશેષ એ છે કે–આત્મજ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે દંભ અને અભિમાન રહિત જ હોય છે તેથી તે કરણે કંઈ પણ નુકશાન નહિ કરતાં તેને હિતકર જ થાય છે. ત્યારે તે જ કરણી અન્ય અજ્ઞાની જીવને અંતરલક્ષશૂન્યપણે અથવા મિથ્યા